For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળું નાણું કેસઃ જાણો કોણ છે પકંજ લોઢીયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ઓક્ટોબર: સરકારે વિદેશી બેંકોમાં કાળું નાણું જમા કરાવનારા ત્રણ ભારતીયોના નામ સુપ્રીમ કોર્ટને સોંપી દીધા છે. આ ત્રણ નામોમાં એક નામ રાજકોટના પંકજ ચમનલાલ લોઢીયાનું પણ છે. ડાબર ગ્રૂપના નિર્દેશક પ્રદીપ બર્મન અને ગોવાના ખનન વ્યવસાઇ રાધા ટિમ્બલૂના નામનો પણ સમાવેશ થાય છે. રાજકોટના જાણીતા વેપારી પંકજ લોઢીયા અંગે વાત કરવામાં આવે તો તેઓ શેરબજારનો બિઝનેસ ધરાવે છે, ઉપરાંત શ્રી ઓર્નામેન્ટના તેઓ સંચાલક છે. તેમનું નામ બ્લેક મની ધરાવતા લોકોની યાદીમાં આવતા રાજકોટમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.

Pankaj-Lodhia
બ્લેક મની અંગે જ્યારે પત્રકારો દ્વારા તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને આજે સવારે માલુમ પડ્યું કે સરકારે કોર્ટમાં મારું નામ જાહેર કર્યું છે. મારી પાસે કાળું નાણું નથી. મારા ધંધાના તમામ હિસાબો અને ચોપડાઓ પૂર્ણ છે. આ યાદીમાં મારું નામ કેવી રીતે આવ્યું તેની મને જાણ નથી. હું સરકારને યોગ્ય પુરાવાઓ રજૂ કરીશ. બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર મોહન ઝાએ જણાવ્યું છે કે, આ બાબતે ઇન્કમટેક્સ કે ડીઆઇની ટીમ તપાસ માટે આવે ત્યારે પોલીસ સ્ટાફની જરૂર પડે તો અમે તેમની સાથે રહીશું.તો ચાલો રાજકોટના આ બિઝનેસમને અંગેની કેટલીક ખાસ વાતો જાણીએ.

  • પંકજ લોઢીયાની શ્રીજી કંપનીની મુબઇ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, જયપુર, કોચી, બેંગ્લોર સહિતના શહેરોમાં ઓફિસો છે.
  • તેમની શ્રીજી ટ્રેડિંગ કંપની સોનાના બિસ્કિટ અને દાણાના વેચાણનું સૌરાષ્ટ્રમાં મોટું કામ કરે છે.
  • રાજકોટના દિવાનપરામાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ, ઓફિસ, તત્વ જ્વેલર્સ, તત્વ ડાયમંડ, જ્યોતિ જ્વેલર્સ, મારુતિ જ્વેલર્સ તેમના કનેક્શનમાં છે.
  • રિયલટી ક્ષેત્રમાં પંકજ લોઢીયા અગ્રેસર છે. તેમણે આઠ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, જેમાં શાલીગ્રામ, શાલિન, સંકલ્પ, શ્રીજી, સાકાર, સંકેત અને શિલ્પ પ્રોજેક્ટ છે, જ્યારે શાશ્વત રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પર કામ ચાલું છે.
  • દિવાનપરામાં તેમનો આલિશાન બંગલો છે, જેનું નામ સાર્થક છે આ ઉપરાંત પાર્થ કોમ્પલેક્ષમાં તેમણે ત્રીજો માળ ખરીદ્યો હોવાના અહેવાલ પણ છે. તેમની પાસે વૈભવી કાર્સ પણ છે.
  • લોઢીયા સામે મકાન પર કબજો જમાવવાની ફરિયાદ પણ ભૂતકાળમાં નોંધાઇ હતી.
  • ગયા વર્ષે તેમની કંપની શ્રીજ ટ્રેડિંગ પર આવક વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અનેક કાગળિયા ચકાસવામાં આવ્યા હતા.
English summary
black money case know who is Pankaj Lodhia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X