For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના નામે હવે બોગસ આરટીપીસીઆર ટેસ્ટ કૌભાંડ, રાજકોટમાં 1 તબિબ સહિત 4 નિલંબિત

Bogus RTPCR test scam, covid 19, corona, rajkot, rajkot municiapal corporation, RTPCR test, કોરોના, રાજકોટ, રાજકોટ મ્યૂનિસિપલ કોર્પોરેશન, કોવિડ 19

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીમાં લોકોની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી. અનેક કૌભાંડો બાદ હવે રાજકોટમાં વધુ એક કોરોના સાથે જોડાયેલુ કૌભાંડ સામે આવ્યુ છે. રાજકોટમાં કેટલાક લોકોને વગર સેમ્પલ આપ્યે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટના મેસેજ મળ્યા છે.

Bogus RTPCR test

રાજકોટના ગોવિંદ ગ્રીન સીટી વિસ્તારમાં કેટલાક લોકોએ ધન્વંતરિ રથમાંથી કોરોનાની દવા લીધી હતી. આ વખતે તેમની પાસેથી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર મંગાયા હતા. થોડા સમય બાદ આમાંથી કેટલાક લોકોને તેમના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હોવાના મેસેજ મળવા લાગ્યા હતા. ત્યારે લોકોને સહજ સવાલ થયો હતો કે સેમ્પલ આપ્યા વગર તેમના રિપોર્ટ નેગેટીવ કેવી રીતે આવવા લાગ્યા?

રાજકોટ નગરપાલિકાએ આ સમગ્ર મામલે 4 લોકોને નિલબિંત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 તબિબ સહિત 4 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. રાજકોટ મહાનગર પાલિકાએ સેમ્પલ લીધા વગર આરટીપીસીઆર ટેસ્ટને લઈને ધુપ્પલ આચરનારા આ 4 કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ તમામ કર્મચારીઓ કરાર આધારિત કામ કરતા હતા. કોરોના જેવા ગંભીર મામલે પણ જો આ પ્રકારના કૌભાંડ થતા હોય તો હવે સરકારને સમયસર જાગવાની જરૂર છે અને લોકોને પણ સજાગ રહેવાની આવશ્યકતા છે. હવે જોવાનું એ રહે છે કા આ કૌભાંડના તાર ક્યાં જઈને અટકે છે?

English summary
Bogus RTPCR test scam, 4 suspended including 1 doctor in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X