For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી શકે છે, કારણ...

સુરત શહેરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવે તેવી સંભાવના હાલ ઊભી થઇ છે. ત્યારે અહીં વિગતવાર જાણો કેમ?

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

સુરત ગુજરતાના તેવા શહેરામાંથી એક છે જ્યાં અનેક બ્રીજ આવેલા છે. પણ લાગે છે કે કદાચ આ કારણને લીધે હવે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવાશે. આમ પણ સુરત બ્રીજ સીટી તરીકે જાણીતું છે. ઉલ્લેખનીય છે કે સુરત, ગુજરાતનું એક તેવું શહેર છે જેમાં સૌથી 100 થી વધુ બ્રીજ છે. ગુજરાતના અન્ય મહાનગરો જેવા કે અમદાવાદ,વડોદરા અને રાજકોટમાં પણ 1૦૦ જેટલા બ્રીજ નથી.

surat

કેટલા બ્રીજ છે સુરતમાં?

સુરતમાં રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, રેલવે ઓવર બ્રિજ અને ખાડી બ્રિજની એમ કરીને કુલ સંખ્યા 1૦૦ને પાર કરી ગઇ છે. પાલિકાએ 1૦૦ બ્રિજ પાછળ અત્યાર સુધીમાં રૂ.1302 કરોડનો ખર્ચ કર્યો છે. સુરત શહેરમાં અત્યારે 1૦ રિવર બ્રિજ, 58 ખાડી બ્રિજ, 23 ફ્લાય ઓવર બ્રિજ, આઠ રેલવે ઓવર બ્રિજ અને એક સબ વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 15 બ્રિજના કામો ચાલી રહ્યા છે. આ પ્રોજેકટ પૂરાં થતા સુરતમાં પુલોની સંખ્યા 115 પર પહોંચશે. અત્યારે રૂ. 788 કરોડના ખર્ચે આ 15 બ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે.

બ્રીજ પર ખર્ચા!

સુરત મહાનગરપાલીકાએ તૈયાર કરેલા 10 તાપી બ્રીજ પાછળ કુલ રૂ.351 કરોડનો ખર્ચ થયો છે. 58 ખાડી બ્રીજને કારણે વરાછા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં લાખો લોકોને કનેકિટવિટી પ્રાપ્ત થઇ છે. આ 58 ખાડી બ્રીજ પાછળ પાલિકાને રૂ.129 કરોડનો ખર્ચ થયો છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારના ટ્રાફિક જંકશનો પર પાલિકાએ 23 ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કર્યા છે. આ ફ્લાય ઓવર બ્રિજ પાછળ પાલિકાને રૂ.657 કરોડનો ખર્ચ થયો છે.

બ્રિજ

સુરત શહેરમાં સાત રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે પાલિકાએ રૂ.129 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે એક સબ વે પાછળ રૂ.70 લાખની રકમ ખર્ચ થઇ છે. હાલમાં રૂ.425 કરોડના ખર્ચે ચાર તાપી પુલ, 19 કરોડના ખર્ચે ચાર ખાડી પુલ, 133 કરોડના ખર્ચે 3 ફ્લાય ઓવર બ્રિજ તથા 211 કરોડના ખર્ચે પાંચ રેલવે ઓવર બ્રિજના કામો ચાલી રહ્યા છે. આ કામો આગામી બે વર્ષમાં પૂરાં થશે. ત્યારે હાલ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતની આ ખાસિયત માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નમાંકન મોકલવા માટે વિચારણાઓ થઇ રહી છે.

English summary
Bridge city Surat name may appear in Guinness book of world record:Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X