કચ્છના હરામીનાળામાંથી 3 પાકિસ્તાનીઓને બોટ સાથે પકડાયા

Posted By:
Subscribe to Oneindia News

કચ્છના હરામીનાળામાંથી બીએસએફએ 3 પાકિસ્તાની નાગરિકોને તેમની બોટ સાથે ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં બીએસએફએ પાકિસ્તાનની 10 થી વધુ બોટો પકડી પાડી છે. નોંધનીય છે કે થોડો સમય પહેલા પણ પાકિસ્તાનની માછીમાર તેમની બોટ સાથે આ સ્થળેથી પકડાઇ ચૂક્યા છે. ત્યારે આ વખતે પણ બીએસએફની ટીમ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમની હરામીનાળામાંથી સંદિગ્ધ દેખાઇ રહેલા લોકો બોટ સાથે જોવા મળ્યા હતા. જેમાં પીછો કરતા તમામ 5 જેટલા પાકિસ્તાની ફરાર થઇ ગયા હતા. જ્યારે અન્ય 3થી વધુ લોકો અને 10થી વધુ બોટ તેમણે પકડી પાડી હતી.

kutch

પ્રાથમિક તપાસ મુજબ આ બોટમાંથી માછીમારીનો સામન મળી આવ્યો છે. અને પાકિસ્તાની નાગરિકો પણ અહીં માછલી પકડવાની લાલચે આવ્યા હોય તેવું લાગે છે. પણ તેમ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવા સંબંધો છે તેને જોતા બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા સધન તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં બીએસએફ દ્વારા આ પાકિસ્તાની બોટ મળી આવતા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છના હરામીનાળા જગ્યા પર અનેક વાર આ પહેલા પણ પાકિસ્તાની માછીમારો બોટ સમેત મળી આવ્યા છે. માછલીઓની સારી ઉપજ આ વિસ્તારમાં થતી હોવાના કારણે આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે.

English summary
BSF team arrested 3 Pakistan with their boats near Kutch. Read more here.
Please Wait while comments are loading...