For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છની સરક્રીક બોર્ડરને હરિયાળી બનાવવા BSF દ્વારા મેન્ગ્રૂવનું વાવેતર

કચ્છની સરક્રીક બોર્ડર પર બીએસએફ દ્વારા મેનગ્રૂવનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ભૂજ સેક્ટર બીએસએફના ડીઆઇજી આઇ.કે.મહેતાની ઉપસ્થિતિમાં 108 બટાલિયનના જવાનો દ્ વારા સરક્રિક બોર્ડર વિસ્તારમાં મેનગ્રૂવ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કચ્છની સરક્રીક બોર્ડર પર બીએસએફ દ્વારા મેનગ્રૂવનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ભૂજ સેક્ટર બીએસએફના ડીઆઇજી આઇ.કે.મહેતાની ઉપસ્થિતિમાં 108 બટાલિયનના જવાનો દ્ વારા સરક્રિક બોર્ડર વિસ્તારમાં મેનગ્રૂવના છોડનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવ્યુ હતું. સરક્રિક વિસ્તારમાં ગરમીનું પ્રમાણ અતિશય હોય છે વળી રણ વિસ્તાર હોવાથી ગરમીનો અનુભવ વધારે પ્રમાણમાં થાય છે. આથી બીએસએફે ગરમી તથા પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા તેમજ પ્રદૂષણને ઓછું કરવા માટે મેન્ગ્રૂવના વાવેતરનો નિર્ણય લીધો હતો.

sir creek border

ઉલ્લેખનીય છે કે મોટા ભાગે સૂકા પ્રદેશમાં તેમજ દરિયાકાંઠે દરિયાને આગળ વધતો અટકાવવા તેમજ જમીનના મૂળને પકડી રાખવા રણ કે દરિયાઈ વિસ્તાર પાસે મેન્ગ્રૂવ્સના છોડ વાવવામાં આવે છે જે મોટા થતા વૃક્ષો બન છે અન તેના કારણે દરિયાઇ વિસ્તારની આસપાસન જમીન ફળદ્રુપ રહે છે તેમજ પક્ષીઓને પણ આશરો મળે છે. મેન્ગ્રૂવન્સના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીઆઇજીએ જણાવ્યું હતું કે બીએસએફ દેશની રક્ષા તો કરે છે સાથે સાથે આ પ્રકારની ઉમદા જવાબદારી નિભાવે છે જે બીજા માટે પણ પ્રેરણાદાયી બની રહે છે.

આ કાર્યક્રમમાં બીએસએફના જવાનો તેમજ અધિકારીઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા. તેમજ પોતે વાવેલા મેન્ગ્રૂવનો સારી રીતે ઉછેર કરવા કટિબદ્ધતા પણ દર્શાવી હતી.

English summary
BSF plants mengruv at kutch sir creek border for greenery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X