For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુનાગઢઃ બસ પુલ પરથી ખાબકી, બેના મોત

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, વંથલી પાસે ઉના-રાજકોટ રૂટની એક એસટી બસ પૂલ પરથી ખાબકી હોવાના અહેવાલ છે. આ બસ કણજા પાસે ખાબકી હતી, જેમાં બે મુસાફરી કરી રહેલા બે યાત્રીઓના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર જણાતા તેમને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાકિદ કરવામાં આવી છે કે, જિલ્લામાં જેટલા પણ ખાનગી પ્રેક્ટીસ કરી રહેલા ડોક્ટર્સ દ્વારા રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવામાં આવશે અને આ સરકારી પરિપત્રનો જો કોઇના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

ગાંધીનગરઃ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરનું રજીસ્ટ્રેશન ફરજીયાત

ગાંધીનગરઃ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરનું રજીસ્ટ્રેશન ફરજીયાત

ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાકિદ કરવામાં આવી છે કે, જિલ્લામાં જેટલા પણ ખાનગી પ્રેક્ટીસ કરી રહેલા ડોક્ટર્સ દ્વારા રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવામાં આવશે અને આ સરકારી પરિપત્રનો જો કોઇના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.

સુરતઃ એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ

સુરતઃ એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ

સુરત સ્થિત સિટી લાઇટ ખાતે આવેલી ઇન્ડિયન બેન્કમાં કેટલાક લૂટારાઓ દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે.

જુનાગઢઃ બસ પુલ પરથી ખાબકી, બેના મોત

જુનાગઢઃ બસ પુલ પરથી ખાબકી, બેના મોત

જુનાગઢઃ વંથલી પાસે ઉના-રાજકોટ રૂટની એક એસટી બસ પૂલ પરથી ખાબકી હોવાના અહેવાલ છે. આ બસ કણજા પાસે ખાબકી હતી, જેમાં બે મુસાફરી કરી રહેલા બે યાત્રીઓના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર જણાતા તેમને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 માસૂમ બાળકીનું બદ ઇરાદે અપહરણ કરવાનો પ્રયાસ

માસૂમ બાળકીનું બદ ઇરાદે અપહરણ કરવાનો પ્રયાસ

અમદાવાદના જોરાવરનગરમાં માસૂમ છત્રાની એકલતાનો લાભ લઇને મોઢે ડૂચો ભરીને બદ ઇરાદે અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા આસપાસના વિસ્તારોમાં લોકો રોષે ભરાયા છે. આ બનાવની વિગત એવી છે કે, જોરાવરનગરમાં છ વર્ષની વિદ્યાર્થિનીને મોઢામાં ડૂચો ભરીને એક શખ્સ લઇ જઇ રહ્યો હતો, પરંતુ બાજૂમાં રહેતા લોકોની સતર્કતાના કારણે એ બાળકી બચી ગઇ હતી.

રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા દોડશે બેટરીવળી રીક્ષા

રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા દોડશે બેટરીવળી રીક્ષા

રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે શહેરમાં બેટરી સંચાલીત ઓટો રીક્ષાનું આગમન થવા જઇ રહ્યું છે. પદમ કંપનીની આ ડેમો રીક્ષા હાલ રાજકોટમાં ફરી રહી છે. આ રીક્ષા ચલાવનાર જગદીશભાઇ ખોરાણીએ વિગતો આપતા કહ્યું કે, આ રીક્ષામાં ચાર પેસેન્જર બેસી શકે છે. રીક્ષામાં ચાર બેટરી છે. જેને એક કલાક ચાર્જ કરવાથી 100 કિમી સહેલાયથી ચાલી શકે છે. નોંધનીય છે કે, આ રીક્ષા આગળથી સ્કૂટર જેવી અને પાછળથી છકડો રીક્ષા જેવી દેખાય છે.

સૌરાષ્ટ્રમાં 3.4ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિન્દુ ઉપલેટા નજીક

સૌરાષ્ટ્રમાં 3.4ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિન્દુ ઉપલેટા નજીક

રવિવારે વહેલી સવારે સૌરાષ્ટ્રના જામનગગર અને પોરબંદર જિલ્લા ઉપરાંત ગોંડલ તાલુકાના મેસાપર ગામ અને તેની આસપાસના વિસ્તારો, ઉપલેટા અને તેની આસપાસના વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. જેને લઇને થોડાક સમય માટે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જૂનુ બાંધકામ ધરાવતા મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ઉપલેટા નજીક હોવાનું જાણવા મળ્યું છે.

English summary
bus accident near junagadh two died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X