For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlockd- 1: આજે ગુજરાતમાં બસો દોડતી થઈ જશે, ઑફિસો પણ ખુલશે

Unlockd- 1: આજે ગુજરાતમાં બસો દોડતી થઈ જશે, ઑફિસો પણ ખુલશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ચાલી રહેલા લૉકડાઉન 4 સમાપ્ત થતાની સાથે જ કેન્દ્રના દિશા નિર્દેશ સાથે ગુજરાતે અનલૉક 1 અંતર્ગત રાજ્યને ખોલવાનો આખો પ્લાન બહાર પાડ્યો હતો. જો કે સ્કૂલ, કોલેજો, મલ્ટીપ્લેક્સ, કોમ્યુનિટી સેંટર વગેરે પર આઠ જૂન બાદ જ ફેસલો લેવાશે. મંત્રીઓને પણ પહેલી જૂનથી સચિવાલયમાં આવીને કામ કરવાનું કહી દેવામાં આવ્યું છે.

gujarat

સીએમ વજય રૂપાણીએ ગુજરાત માટે અનલૉક 1ની ગાઈડલાઈનની ઘોષણા કરતા જણાવ્યું કે કંટેનમેન્ટ ઝોનમાં જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે, જ્યારે શેષ ગુજરાતમાં સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર, ઉદ્યોગ અને સરકારી બિનસરકારી કાર્યાલય સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનિટાઈજિંગની શરતો સાથે ખોલી શકાશે. રાજ્ય પરિવહન અને બીઆરટીએસ બસોનું સંચાલન 60 ટકા સિટિંગ સાથે શરૂ થશે, જ્યારે બે મહિનાથી વધુ સમયથી બંધ અમદાવાદ- ગાંધીનગરની બસ સેવા પણ સોમવારથી શરૂ થઈ જશે.

રાતે નવ વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં કર્ફઅયૂ રહેશે. મોટરસાઈકલ પર હવે બે સવારી સફર કરી શકશે, જ્યારે ઑટો અને કારમાં ડ્રાઈવર સહત ત્રણ લોકોને સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે. સચિવાલયમાં પણ એક જૂનથી તમામ મંત્રીઓને આવવાની સૂચના આપી દેવામાં આવી છે. લૉકડાઉન દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠખ બોલાવ્યા બાદ આગામી 3 જૂને સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં રૂબરૂ મંત્રીમંડળની બેઠક થશે.

ગુજરાતમાં હોટલ, રેસ્ટોરાં, મલ, ધાર્મિક સ્થળ વગેરે આગામી 8 જૂનથી ખુલી જશે પરંતુ સ્કૂલ, કોલેજ, ઈન્સ્ટીટ્યૂટ, ટ્યૂશન ક્લાસ વગેરે કેન્દ્રના દિશા નિર્દેશ બાદ જુલાઈ મહિનામાં જ ખુલશે. શનિવારે મોડી રાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી, જેમાં અનલૉક-1ના દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે.

આજથી દેશમા ચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદીઆજથી દેશમા ચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદી

English summary
buses will start running office to reopen in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X