For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઝેરીલા ડ્રગ્સના કારોબારને ખતમ કરાશેઃ હર્ષ સંઘવી

વડોદરા નજીક આવેલા એશિયાના સૌથી મોટા મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરા નજીક આવેલા એશિયાના સૌથી મોટા મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા અલાયદા પોલીસ સ્ટેશનનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરા છે. તેની સાથે આ પોલીસ સ્ટેશન માટે અંદાજીત 3 કરોડના ખર્ચથી નવા બનનારા બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ તેમણે કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ રાજ્યમાંથી ડ્રગ્ઝના દૂષણને નાબૂદ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

harsh sanghvi

મંજૂસર ખાતે જીઆઇડીસીમાં કાર્યરત ૪૫૦થી વધુ નાનીમોટી બહુરાષ્ટ્રીય કંપનીના એકમો સહિત ૬૦૦થી વધુ એકમોમાં ઔદ્યોગિક સલામતી, કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે અલગ પોલીસ સ્ટેશન બનાવવા માટેની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તત્કાલ સેટઅપ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત હથિયારી તથા બિનહથિયારી એએસઆઇ મળી કુલ ૮૯નું પોલીસબળ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ નવ રચિત પોલીસ સ્ટેશનમાં ભાદરવા પોલીસ સ્ટેશનના ૧૩ ગામો, સાવલી પોલીસ સ્ટેશનના ૧૦ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના ૧૬ ગામો અને મંજુસર જીઆઇડીસી વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશન ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અસરકારક પૂરવાર થશે.

English summary
Business of poisonous drugs will be eliminated in Gujarat: Harsh Sanghvi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X