• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પેટાચૂંટણીના પરિણામો મોઢવાડિયાનું ભવિષ્ય નક્કી કરશે

By Kumar Dushyant
|

અમદાવાદ, 2 જૂન: પોરબંદર તથા બનાસકાંઠા લોકસભાની સીટ તથા ચાર વિધાનસભાની સીટો પર આજે યોજાઇ રહેલી પેટાચૂંટણી અસર ભાજપ અને કોંગ્રેસ પર કોઇ અસર વર્તાશે નહી પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાના ભવિષ્ય પર ચૂંટણીના પરિણામોની અસર વર્તાશે. વિધાનસભા ચૂંટણીઓમાં હાર બાદ અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દિધું હતું પરંતુ હાઇ કમાંડે તેમને એક જીવનદાન આપી દિધા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા ડિસેમ્બર 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ તે ભૂર્ગભમાં જતા રહ્યાં હતા, કેટલાક દિવસો સુધી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં કાગડા ઉડવા લાગ્યાં હતા. કોંગ્રેસ હાઇ કમાંડે હારનો દોષારોપણ અર્જુન મોઢવાડિયા પર મૂકવાના બદલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જીત માનીતે આત્મસાત કરી દિધો હતો પરંતુ હાઇકમાંડ દ્વારા મળેલા જીવનદાનને સાર્થક કરી બતાવવા માટે અર્જુન મોઢવાડિયા પર દબાણ રહેશે.

પેટાચૂંટણીના પરિણામથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પર વધુ અસર પડશે નહી પરંતુ છ સીટો પર કબજો જમાવીને પોતાની ધાક જમાવી રાખવા બંને પક્ષો તનતોડ મહેનત કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી બાદ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ હાર જાય છે તો પ્રદેશ અધ્યક્ષનું બદલાવવું નક્કી જ છે એમ માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસ પોતાના 5 અધ્યક્ષ અજમાવી ચૂકી છે.

વર્ષ 2002ની ચૂંટણીમાં પ્રથમ વાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી અમર સિંહ ચૌધરીને હટાવીને શંકર સિંહ વાધેલાને અજમાવ્યા હતા. ત્યારબાદ બીકે ગઢવી 2007માં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર તથા કેન્દ્રિય મંત્રી ભરત સિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ તથા 2012ની વિધાનસભાની ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને અજમાવ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઇ જશે એવી ધારણા સામાન્ય બની ગઇ છે પરંતુ એવું નથી કે નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસના પાંચેય દિગ્ગજો જરૂર નબળા સાબિત થયા છે પરંતુ વિધાનસભાની 182 સીટોમાંથી 60 સીટો પર કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં દિગ્ગજ નેતા નરહરી અમીનનું ભાજપમાં જોડાવવું ત્યારબાદ વિપક્ષ પક્ષ નેતા પદ માટેના વિવાદને લઇને સૌરાષ્ટ્ર વિઠ્ઠલ રાદડિયાનું ભાજપમાં જોડાવવું કોંગ્રેસને ભારે પડી શકે છે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોંગ્રેસને સતત નબળું બનાવવાના અભિયાનમાં જોડાયેલા છે પહેલાં બે દિગ્ગજોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા ત્યારબાદ હવે યુથ કોંગ્રેસ તથા એનએસયૂઆઇના હજારો કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી તોડી પાડ્યા છે.

નરેન્દ્ર મોદી 2014ની ચૂંટણીની તૈયારીમાં જોડાયેલા છે જો કે કોંગ્રેસના દબદબાવાળી પોરબંદર તથા કોંગ્રેસ સીટ પર કબજો મેળવીને ભાજપની બે સીટો અત્યારથી પાઅકી કરી લેવા માંગે છે. વિધાનસભાની ચાર સીટો મોરવા (હડફ), લીંબડી, ધોરાજી તથા જેતપુરમાં હાર જીતથી કોઇ ફરક પડશે નહી તેમછતાં બંને પક્ષોએ પૂરી તાકાત લગાવી દિધી છે. પેટાચૂંટણીમાં પ્રચારનો ભાર સ્થાનિક નેતાઓને સોંપવામાં આવ્યો હતો બંને દળોએ રાષ્ટ્રીય નેતાઓને પ્રચાર માટે બોલાવ્યા ન હતા.

લોકસભાની પોરબંદર તથા બનાસકાંઠા તથા વિધાનસભાની ચાર સીટ મોરવા (હડફ), લીંબડી, ધોરાજી અને જેતપુર સીટ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યમાં ભીષણ ગરમીને ધ્યાનમાં રાખતાં ચૂંટણી પંચે સવાર અને સાંજે એમ એક-એક કલાકનો સમય વધારી દિધો છે. ચૂંટણીના પરિણામો 5 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

English summary
The stage was set for important contests which can influence the political future of state Congress president Arjun Modhwadia, its Koli leader Soma Patel and Congress turncoat Vitthal Radadiya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more