
પીએસઆઇની ભરતી પરીક્ષાના ઉમેદવારોની હર્ષ સંધવીને રજૂઆત કરવા માંગ
રાજ્યમાં પીએસઆઇની ભરતી પ્રક્રિયામાં ઓપન કેટેગરીના લોકોને અન્યાય થયો હોવાની ફરિયાદ સાથે ઉમેદવારો વિધાનસભા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પીએસઆઇની પરીક્ષાના નોટિફિકેશનું ઉલંઘન કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ ઉમેદવારોની હતી.
પીએસઆઇની પરીક્ષાના નોટિફિકેશન મૂજબ જે ઉમેદવારો લેવાની છે તેના કેટેગરી વાઇઝ ત્રણ ગણા ઉમેદવારોને લેવાના છે. પરંતુ હાલમાં કુલ ભરતીના ત્રણ ગણા લઇ લીધા છે. એટલે અન્યા થયો છે.
આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ત્યાં પણ સુનવણીમાં 6 તારીખે આપવામાં આવી છે. જ્યારે 5 તારીખે કેલ લેટર કાઢવામાં આવશે. અમે લોકો ગાંધીનગરમાં ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ તો પણ અમારી વાત કોઇ સાંભળતુ નથી.
ઉમેવાદવારો દ્વારા પીએસઆઇ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને રજૂઆત કરવા ગયા હતા. જ્યાં વિકાસ સહાયે સ્પષ્ટ શબ્દોમાં પરખાવી દિધુ હતુ કે, હવે તમે ગુજરાત હાઇકોર્ટમાં ગયા છો તો ત્યાંથી જે નિર્ણય આવે તે પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
બાઈટ, ઉમેદવાર
હર્ષ સંધવીને રજૂઆત કરવા માંગતા ઉમેદવારને પોલીસ દ્વારા સતત અટકાવી દેવામાં આવે છે. અને ખોટુ આશ્વાસન આપીને પરત મોકલી આપવામાં આવે છે. પરંતુ તેમની સાથે મુલાકાત કરવા દેવામાં આવતી નથી.
ઉમેદવારોએ જો તેમની માંગ સંતોષાસે નહી તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનની ચિમકી પીએસઆઇ ભરતી પરીક્ષાના ઉમેવાદો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ઉમેદવારોની માંગ છે કે, જીપીએસસી જે રીતે પરીક્ષમાં ઉમેદવારોને બોલાવે છે તે રીતે આગામી મેઇન પરીક્ષામાં ઉમેદવારોને કેટેગરી વાઇઝ બોલાવામાં આવે.