For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઇને તરૂણ બારોટના બે દિવસના રિમાન્ડ મળ્યા

|
Google Oneindia Gujarati News

Tarun Barot
અમદાવાદ, 26 સપ્ટેમ્બર : સીબીઆઇએ મહેસાણાના ડીવાયએસપી અને ગુજરાતમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ગણાતા તરૂણ બારોટની 25 સપ્ટેમ્બર, 2012 મંગળવારે ધરપકડ કરી હતી. સીબીઆઇએ બુધવારે 26 નવેમ્બર, 2012ના રોજ અમદાવાદ સ્થિત મિરઝાપુર કોર્ટ કેમ્પસમાં આવેલી સીબીઆઇ કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ મેળવવા રજૂ કર્યા હતા.

સીબીઆઇ કોર્ટે માંગવામાં આવેલા પાંચ દિવસના રિમાન્ડ સામે માત્ર બે દિવસના રિમાન્ડને મંજૂર કર્યા હતા. હવે સીબીઆઇ તરૂણ બારોટને 28 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે તરૂણ બારોટની ધરપકડ સામે બુધવારે 26 નવેમ્બર, 2012ના રોજ બાપુનગરના વેપારી સંગઠનોએ બાપુનગર બંધનું એલાન આપ્યું હતું. જેનો સજ્જડબંધ અમલ થયો હતો.

ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હોય તેવા પોલીસ અધિકારીની યાદીમાં બારોટ 25મા પોલીસ અધિકારી છે. વર્ષ 2003માં સાદિક જમાલનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે તરૂણ બારોટ ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ હતા.

English summary
CBI get two day remand till 28th Sepember of Tarun Barot from CBI court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X