For Daily Alerts
ઇશરત કેસ: સીબીઆઇએ 11 પોલીસ અધિકારીઓને બનાવ્યા સાક્ષી
અમદાવાદ, 10 જુલાઇ: ઇશરત જહાં બનાવટી એકાઉન્ટર કેસમાં સીબીઆઇ દ્વારા ગુજરાત પોલીસમાં મધ્યમ હોદ્દાવાળા 11 પોલીસ અધિકારીઓને સાક્ષી બનાવ્યા છે. સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆરઆઇમાં આ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમના વિરૂદ્ધ આરોપ-પત્ર દાખલ કરવામાં આવ્યા ન હતા.
ગત 3 જુલાઇના રોજ સીબીઆઇએ આ મુદ્દે આરોપ-પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. જે પોલીસકર્મીઓ વિરૂદ્ધ આરોપ-પત્ર દાખલ કરવામાં આવ્યા નથી પરંતુ તેમને સાક્ષી બનાવવામાં આવ્યા છે. તેમાં વખસિંહ વનાર, હરેશકુમાર અગ્રવત, ચેતન ગૌસ્વામી, પ્રવિણસિંહ વાધેલા, રમેશ પટેલ, કિશોર સિંહ વાધેલા, દેવેન્દ્રગિરિ ગૌસ્વામી, ઇબ્રાહિમ ચૌહાણ, મોહન મેનત, કાલુ દેસાઇ અને ભરત પટેલ આ બધા કોન્ટેબલ થી ડીએસપી રેકના અધિકારી છે.