For Quick Alerts
For Daily Alerts
આયોજકોએ ગરબામાં ફરજિયાત CCTV કેમેરા લગાવવા પડશે
નવરાત્રિ દરમિયાન આતંકવાદી હૂમલા થઇ શકે તેવી માહિતી ગુપ્તચર સંસ્થાઓ દરમિયાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ક્લબો અને પાર્ટી પ્લોટોમાં સીસીટીવી કેમેરા, ડોગ સ્કોડ અને એડિશનલ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં ઘણી મોટી સંખ્યામાં ગરબાના આયોજનો થઇ રહ્યાં છે ત્યારે મોટા આયોજકો કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો અને ખેલૈયાઓ ઉપસ્થિત હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત કરી દેવાયું છે. જે જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં લગાવાયા હોય તેવા ગરબાના આયોજકોને મંજુરી આપવામાં આવશે નહી.
Comments
navratri garba gujarat dandiya gujarat police cctv camera નવરાત્રિ ગરબા ગુજરાત ડાંડિયા ગુજરાત પોલીસ સીસીટીવી કેમેરા
English summary
CCTV camera Compulsory In Garba and Gujarat Police alert for Navaratri.
Story first published: Monday, October 15, 2012, 18:47 [IST]