For Quick Alerts
For Daily Alerts
ગુજરાત ચૂંટણીઃ કોંગ્રેસ-ભાજપના કાર્યાલય બહાર CCTV
અમદાવાદ, 25 નવેમ્બર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જોરશોરમાં છે. ટિકિટને લઇને નેતાઓની નારાજગી વધી રહી છે. તેવામાં ઘણા નેતાઓ સમર્થક પાર્ટીના કાર્યલયે હંગામો અને તોડફોડ કરવામાં આવે છે. તેવામાં આવી સમસ્યાઓના નિરાકરણ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ જેવા રાજકીય દળોએ પોતાના કાર્યાલય બહાર અને અંદર સીસીટીવી લગાવ્યા છે. સાથે જ તોડફોડથી થનારા નુક્સાનનું ભારણ કરવા માટે મોટો વીમો પણ કરાવી રાખ્યો છે.
ગુજરાત કોંગ્રેસ કાર્યાલયમાં દરરોડ હંગામો જોવા મળી રહ્યો છે. ક્યારેક ટિકિટથી નારાજ નેતાઓના સમર્થક હંગામો કરે છે, તો ક્યારેક સ્થિતિ એટલી બગડી જાય છેકે કાર્યકર્તાઓ તોડફોડ કરવા માંડે છે. કોંગ્રેસ પાર્ટી કાર્યાલય હોય કે કે ભાજપના કાર્યાલય દરેક સ્થળે આવી ઘટનાઓ બનતી રહે છે. તેથી પાર્ટીઓએ હંગામો કરનારાઓ પર નજર રાખવા અને તેમને ઓળખવા માટે કાર્યાલયમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓએ દફ્તરોના દરેક ખુણે નજર સીસીટીવીથી રાખવામાં આવી રહી છે.
સીસીટીવીની સાથોસાથ પાર્ટીઓએ પોતાના કાર્યાલય અને જરૂરી સાધનોનો વીમો કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસે પોતાની પાર્ટીના કાર્યાલયનો દોઢ કરોડ વીમો કરાવ્યો છે જેતી જો નારાજ કાર્યકર્તાઓ તોડફોડ કરે તો પણ નુક્સાન ભરપાઇ કરવાનો વીમો કરાવ્યો છે.