For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાકોર વગર અધૂરી છે ચારધામની યાત્રા

|
Google Oneindia Gujarati News

ranchod-rai-in-dakor
ગુજરાતમાં આમ તો પ્રત્યેક માસની પૂર્ણિમાંનું પોતાનું એક વિશિષ્ટ મહત્વ છે, પરંતુ ભાદ્રપદી પૂર્ણિમા આવતા જ જ્યાં અંબાજી તરફ શ્રદ્ધાળુંઓનો સેલાબ ઉમટી પડે છે, તેવી જ રીતે ફાગણ પૂર્ણિમાની દસ્તક સાથે જ પદયાત્રી ડાકોર તરફ રૂખ કરવા લાગે છે. ડાકોર સ્થિત ભગવાન કૃષ્ણ અર્થાત રણછોડરાયના મંદિરમાં ફાગણ પૂર્ણિમાના દિવસના દર્શનનું ઘણું મહત્વ છે. આ કારણે જ લોકો દૂર-દૂરથી ડાકોરની પદયાત્રા કરી રહ્યાં છે.

રાજ્યના મહત્વપૂર્ણ તીર્થધામોમાં એક ડાકોર વૈષ્ણવ સંપ્રદાયનું રણછોડરાય મંદિર માટે જગવિખ્યાત છે. હિન્દુ ધર્મમાં ચાર તીર્થધામોની યાત્રામાં તમામ તીર્થોનું પુણ્ય સામેલ હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં ડાકોર ધામના દર્શન માટે લોકો આવે છે. માનવામાં આવે છે કે જ્યાં સુધી ડાકોરના કાળિયા ઠાકોરના દર્શન કરવામાં ના આવે ત્યાં સુધી ચાર ધામોની યાત્રા અધૂરી જ રહે છે.

દરેક તીર્થસ્થળની માફક ડાકોર તીર્થમાં પણ મંદિરો ઉપરાંત દાઉજી મંદિર, શંકરાચાર્ય મંદિર, કબીરપંથ મંદિર, ત્રિકમજી મંદિર, રણમુક્તેશ્વર મંદિર, યકુનેશ્વર મંદિર, ફુલેશ્વર મંદિર, મોટા હનુમાનજી મંદિર, મહાપ્રભુજીની બેઠક, લાડિલા બેટીજી મંદિર, સ્વામીનારાયણ મંદિર વિગેરે છે. આ ઉપરાંત ધર્મશાળાઓ પણ છે.

ડાકોર તીર્થમાં ભગવાન રણછોડરાયની મૂર્તિ અંદાજે 849 વર્ષ પૂર્વ એટલે કે સંવત્ 1212માં ભક્ત વિજયાનંદ બોડાણાએ પોતાની ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને લાવ્યા હતા. ભગવાન દ્વારકાથી કાર્તિકી પૂર્ણિમાના દિવસે બળદગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર આવ્યા હતા. કહેવામાં આવે છે કે પૂર્વ જન્મમાં બોડાણા ગોકુલમાં વિજયાનંદ ગોવાળના રૂપમાં રહેતા હતા. હોળીના દિવસે તમામ ગોવાળો ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી રહ્યાં હતા, પરંતુ વિજયાનંદ અભિમાનના કારણે પોતાના ઘરમાં રહ્યાં. ભગવાન વિજયાનંદના ઘરે મિત્રના રૂપમાં ગયા. ત્યાં હોળીની પૂજા કરાવી. પૂજા કર્યા પછી તે જતા રહ્યા, પરંતુ વિજયાનંદને અનુભૂતિ થઇ ગઇ હતી કે તેના મિત્રના રૂપમાં ભગવાન જ આવ્યા હતા.

બીજા દિવસે વિજયાનંદે ભગવાન સાથે રંગોની હોળી રમ્યા. ભગવાન નદીમાં અંતર્ધ્યાન થઇ ગયા, વિજયાનંદ તેમની પાછળ ગયા, જ્યાં ભગવાને તેમને વાસ્તવિક દર્શન આપ્યા. ભગવાને કૃપા દર્શાવતા વિજયાનંદને આશીર્વાદ આપ્યા કે 4200 વર્ષ બાદ કળિયૂગમાં તેમનો જન્મ ગુજરાતના ક્ષત્રિય કૂળમાં વિજયાનંદ બોડાણાના રૂપમાં થશે. ભગવાને બોડાણાને કહ્યું કે, તે બીજી વખત દ્વારકા આવ્યા તો બળદગાડા સાથે આવ્યા, જેનાથી તે તેની ભક્તિ પ્રસન્ન થઇને ડાકોર આવ્યા. પૂર્વ જન્મમાં કરવામાં આવેલા વચન અનુસાર વિજયાનંદનો ડાકોરના ક્ષત્રિય કૂળમાં જન્મ થયો. વિક્રમ સંવત 1212માં તે બળદગાડું લઇને દ્વારકા આવ્યા.

દ્વારકાના પરંપરાગત પૂજારીઓએ જ્યારે બોડાણાને પૂછ્યું કે તે બળદગાડું લઇને કેમ આવ્યા છે તો કહ્યું કે તે શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે બળદગાડું લાવ્યા છે. પૂજારીઓએ દ્વારકાના મંદિરને તાળું લગાવી દીધું, પરંતુ મધ્યરાત્રીએ ચમત્કાર થયો. ભગવાને તમામ દરવાજા ખોલી નાંખ્યા. બોડાણાને જગાવ્યો અને કહ્યું કે તે ડાકોર જવા માટે તૈયાર છે. થોડેક દૂર ચાલ્યા બાદ ભગવાને બોડાણાને આરામ કરવા કહ્યું અને સ્વંય જ બળદગાડું હાંકીને ડોકાર પહોંચ્યા.

ભક્ત બોડાણાએ આ મૂર્તિને પોતાના ઘરમાં રાખી. આ દરમિયાન દ્વારકાના ગુગલી બ્રાહ્મણ દ્વારકાધીશની મૂર્તિ ગાયબ થયા બાદ બોડાણાનો પીછો કરતા ડાકોર પહોંચ્યા. બોડાણાએ મૂર્તિને ગોમતી તળાવમાં છૂપાવી દીધી અને દહીંનું કુંભ લઇને બ્રાહ્મણોને સાંત્વના આપવા ગયા, પરંતુ ઉત્તેજિત બ્રાહ્મણોએ બોડાણા તરફ ભાલો ફેક્યો, જેના કારણે બોડાણા ઇજાગ્રસ્ત થઇ ગયા. એ જ ભાલાથી ગોમતી નદીમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિને પણ ઇજા પહોંચી. તેથી જ કહેવામાં આવે છે કે ગોમતીનું પાણી શ્રી કૃષ્ણના લોહીથી લાલ થઇ ગયું છે. આજે પણ જે જમીનમાં ભગવાનની મૂર્તિ છૂપાવવામાં આવી હતી, ત્યાં આજે પણ પાણી લાલ છે. બાદમાં બોડાણાનું નિધન થઇ ગયું. બોડાણાની પત્ની ગંગાબાઇની લાજ પ્રભુએ સવા વાલની નથથી તોલાવીને કરી હતી. ત્યારબાદ ગંગાબાઇએ મૂર્તિને પોતાના ઘરમાં લાવીને તેની પૂજા કરી. ત્યારબાદ તેને ડાકોરના લક્ષ્મીજી મંદિર અને ત્યારબાદ વર્તમાન મંદિર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું.

ડાકોરના રણછોડજી મંદિરનુ શિલાન્યાસ વિક્રમ સંવત 1824માં ફાગણ સુદમાં થયો અને સંવત 1828માં મહાસુદ પૂર્ણિમાના દિવસે ભગવાન રણછોડ રાયની મૂર્તિને મંદિરના પ્રતિષ્ઠિત કરવામાં આવી. ડાકોરના ભવ્ય મંદિરની ઉંચાઇ 120 ફૂટ છે. પ્રત્યેક ભૂજામાં 12 રાશિ અનુસાર સીડીઓ અને 28 નક્ષત્રો અનુસાર 28 શિખર છે. મંદિરનો મધ્યભાગ વિશાળ અને ઉંચો છે. મંદિર પર મોટા-મોટા ગુંબદ છે અને પ્રત્યેક ગુંબદ પર સોનાના પાંચ કળશ છે. મુખ્ય શિખર પર રુપાની એક પાવન હાટડી અને રેશમી સફેદ ધ્વજા હંમેશા ચડેલી રહે છે.

English summary
Chardham tour is incomplete without Dakor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X