For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચારૂસત યુનિવર્સિટીમાં ઉજવાયો મહિલા દિન

ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ અને ટેકનોલોજી અને ચારુસેટ હેલ્થકેર અને રીસર્ચ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉંજવણી ૮મી માર્ચ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવી હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ અને ટેકનોલોજી અને ચારુસેટ હેલ્થકેર અને રીસર્ચ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉંજવણી ૮મી માર્ચ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચારુસેટ યુનિવર્સીટી અને સી.એચ.આર.એફના અથાગ પ્રત્યતનોને વેગ આપતા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. "જો આપણે કોઈ મહિલાનું આરોગ્ય તપાસીએ છીએ, અમે સમાજના સ્વાસ્થ્યનું તપાસીએ છીએ", ચરોતર યુનિવર્સીટીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

womens day

ચારુસેટ કન્યાઓની પ્રતિભાને સમર્થન અને પ્રોત્સાહન માં હંમેશા માને છે તેથી આ વર્ષે કન્યાઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે, ડબ્લ્યુડીસી - ચેરુસેટના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ દ્વારા સી.એસ.પી.આઇ.ટી. અને ડેપસ્ટાર- બંને ઇજનેરી કોલેજોના નેતૃત્વ હેઠળ સમગ્ર યુનિવર્સિટીના તમામ મહિલા વિદ્યાર્થિઓ અને સ્ત્રી ફેકલ્ટીઓ માટે વિવિધ ઇવેન્ટ યોજવામાં આવી હતી, જ્યાં તેઓ જુદી જુદી રીતે તેમની કુશળતા તેમજ બિઝનેસ કૌશલ્ય બતાવવાની તક મેળવી શકે.

ચારુસેટ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમા પટેલ દ્વારા "જનરલ હેલ્થ અવેરનેસ" પર નિષ્ણાત ચર્ચા સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ આણદ જીલ્લાના કલેકટર ડૉ. ધવલ પટેલ, આઇ.એ.એસ. "મહિલા માટેની સરકારી યોજનાઓ" પર રસપ્રદ અને પ્રેરક માહિતી આપી હતી. અને આ ઉપરાંત કલા અને ક્રાફ્ટ, ક્વિલિંગ અને ઘરેણાં બનાવવાનું, પેઈન્ટીંગ અને સ્કેચિંગ, ફેશન ડિઝાઇનિંગ, મહેંદી, ટેટૂ અને નેઇલ આર્ટ, ફૂડ સ્ટોલ અને ગેમ ઝોન જેવી વિવિધ સ્ટોલમાં 100 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ઉદ્યોગ સાહસિક કૌશલ્યોનું પ્રદર્શન કર્યું હતું અને તેમના ઉત્પાદનો માટે અન્ય વિદ્યાર્થીઓ આકર્ષ્યા હતા.

ચારુસેટ હેલ્થકેર અને રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) દ્વારા દરેક સ્ત્રી કર્મચારીઓ માટે મફત “એનીમિયા ડિટેકશન અને ટ્રીટમેન્ટ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નક્કી કરવામાં આવેલ વૈશ્વીક થીમનું અનુસરણ કરવામાં આવ્યું હતું.

સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ માતાનું અસ્તિત્વ અતિ આવશ્યક છે. આ હકીકતને ચરિતાર્થ કરવાનાચારુસેટ તથા CHRFનું સ્ત્રી આરોગ્ય થકી સામાંજીક આરોગ્ય ક્ષેત્રે થઇ રહેલ પ્રદાન બિરદાવવા લાયક છે.

આ વર્ષે "માસિક આરોગ્ય અને સ્વચ્છતા" પર જાગૃતિ ફેલાવીને ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, 2018 ની ઉજવણી માટે ખાંધલી ગામની શાળાના તરુણાવસ્થા વય ધરાવતી બાળાઓમાં સેનેટરી નેપ્કીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.એઆરઆઇપી (ARIP) માં, વિમેન્સ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એ આર આઇ પીના વિદ્યાર્થીનીઓ માટે "સ્વ-સ્તન પરીક્ષણ" પર સેમિનાર અને સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ પણ કરવામાં આવી હતી. ચારૂસેટ ગર્લ્સ હોસ્ટેલની વિધાર્થીનીઓંએ મહિલા સશક્તિકરણા ના ઉદ્દેશથી મેરેથોન યોજાઈ

ચારૂસેટ હોસ્ટેલની વિધાર્થીઓંએ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ચારૂસેટ કેમ્પસથી ચાંગા ગામ અને પરત યુનિવર્સીટી કેમ્પસ સુધીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતિ મધુબેન પટેલ દ્વારા આ મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૨૦૦ ઉપરાંત વિધાર્થીઓંએ હોસ્ટેલમાં રહેતી આ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાથે કેટલીક રેકટરસ પણ જોડાયા હતા. આ મેરેથોનમાં પ્રથમ ત્રણ વિજેતા વિધાથીનીઓંમાં શાલીની, મીશા,વૈષ્ણવી નો સમાવેશ થાય છે.

English summary
Charusat University Celebrate Womens Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X