For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોટા ઉદેપુરમાં રીંછ ચઢ્યું તાડીના ઝાડ પર, માંડ ઉતર્યું નીચે

ગુજરાતમાં વારંવાર દીપડા લોકોને રંજાડતા હોવાની ઘટના સામે આવતી હોય છે. છોટા ઉદેપુરમાં ગત શુક્રવારે એક અજીબો ગરીબ ઘટના બની હતી. જેમાં રીંછે તાડીના ઝાડ પર ચડીને વન વિભાગ સમેત સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

આમ તો ગુજરાતમાં વારંવાર દીપડા લોકોને રંજાડતા હોવાની ઘટના સામે આવતી હોય છે. અને ત્યાર બાદ આ દીપડાને પાંજરે પૂરવામાં આવતા હોય છે. જોકે છોટા ઉદેપુરમાં ગત શુક્રવારે એક અજીબો ગરીબ ઘટના બની હતી. જેમાં રીંછે તાડીના ઝાડ પર ચડીને વન વિભાગ સમેત સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય સર્જ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં રીંછ પણ સારી તેવી સંખ્યામાં જોવા મળે છે. પણ રીંછની આવી ઘટના પહેલી વાર સામે આવી હતી. છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા મીઠી બાર ગામે એકાએક રીંછ આવી ચઢયું હતું અને આ રીંછ આશરે 60 ફૂટ ઉંચા તાડીના ઝાડ પર ચઢી ગયું હતું.

Bear

રીંછને જોયા બાદ તેને ઉતારવા માટે ગ્રામીણોએ પ્રયત્ન કર્યા હતા. તેમજ વન વિભાગને પણ જાણ કરી હતી. પરંતુ રીંછ માનવવસ્તીને જોતા ભયભીત લાગતું હતું. રીંછને ઝાડ પરથી ઉતારવાના કોઈ પ્રયત્ન કારગત નીવડ્યા નહોતા. જોકે આશરે ૩૦ કલાક જેટલો સમય તાડીના ઝાડ પર રહ્યા બાદ રીંછ આપમેળે જ ઉતરીને ગીચ ઝાડી તરફ જતું રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ તો ગુજરાતમાં પોળોના જંગલો સહિત ઘણા વિસ્તારમાં પહેલા રીંછની વસ્તી હતી. પરતું છેલ્લા કેટલાક સમયથી રીંછ પ્રાણી સંગ્રહાલય સિવાય જોવા મળતા નથી. આ રીતે અચાનક રીંછ આવી જતા મીઠી બોર ગામના લોકો તથા બાળકો માટે કૌતુક સર્જાયું હતું.

English summary
Chhota Udaipur : Bear climb up at 60 feet tree, rescue operation taken places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X