અમિત શાહ મારું એનકાઉન્ટ કરવા માંગે છે : છોટૂ વસાવા

Written By:
Subscribe to Oneindia News

જેડીયૂ નેતા અને પહેલા શરદ યાદવના નજીકના માણસ મનાતા તેવા છોટૂભાઇ વસાવાએ ભાજપથી તેમને ખતરો હોવાની વાત જણાવી છે. વાસવાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમનું એનકાઉન્ટર કરાવવા માંગે છે. તેમણે કહ્યું કે ભાજપની તરફથી તેમને ધમકી મળી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનમાં ચૂંટણી લડી રહેલા આદિવાસી નેતા છોટૂભાઇ વસાવા આદિવાસીઓમાં મોટું નામ માનવામાં આવે છે. ત્યારે છોટુ ભાઇનું કહેવું છે કે અમિત શાહ તેના વિશ્વાસપાત્ર પોલીસ અધિકારીઓથી તેમનું એનકાઉન્ટર કરાવવા માંગે છે. આ અંગે છોટુભાઇએ ફેસબુક પર એક વીડિયો પણ શેયર કર્યો છે. જેમાં તેમણે ખુલ્લે આમ અમિત શાહનું નામ લઇને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું છે.

Chhotu Vasava

વધુમાં તેમણે કહ્યું છે કે વિજય રૂપાણી સરકાર અમિત શાહ સાથે મળીને આ કાવતરું કરી રહી છે. આ 108 સેકન્ડના વીડિયોમાં વાસવાએ 6 વાર ભાજપનું નામ લીધું છે. અને કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. વસાવાએ કહ્યું કે ગુજરાત સરકારે લોકો પર અનેક અત્યાચાર કર્યા છે. અને તેમણે આ પહેલા પણ અનેક આંદોલનકારીઓને મરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વાસવાએ હાલમાં જ આઇપીએસ અધિકારી અભય ચૂડાસ્માની વડોદરા રેન્જ આઇજીના રૂપમાં નિયુક્ત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમનો આરોપ હતો કે ચૂડાસ્માને ભાજપ તેમની વિરુદ્ધ વાપરી રહ્યું છે. જો કે આ મામલે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું છે કે તેમણે હજી વાસવાનો આ વીડિયો નથી દેખ્યો. પણ વસાવા તેમના હિંસક વિચારો માટે જાણીતા છે. ત્યાં જ ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી સંદીપ સાગલે પણ કહ્યું કે વસાવાએ સુરક્ષા આપવા મામલે કોઇ આવેદન નથી કર્યું.

English summary
Chhotu Vasava on Wednesday alleged that there is a threat to his life from amit shah.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.