India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભાજપના સદસ્ય અભિયાનમાં રહેણાંક વિસ્તારમાં સ્ટીકર લગાવ્યા

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઇ રહી છે તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રકારના ચૂંટણી લક્ષી કાર્યક્રમો આપ્યા હતા. જે અંતર્ગત સદસ્ય અભિયાનનો પ્રારંભ પણ વિવધ મંડળ બુથ કક્ષાએ કરવામા આવ્યો હતો. જેના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદવાદમાં રહેણાંક વિસ્તારમાં ભાજપનું સ્ટીકર લગાવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીદ્વારા હાથ ધરાઈ રહેલા સદસ્યતા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતામાં વંદે માતરમ રોડ નજીકના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાણક્ય અપાર્ટમેન્ટમાં સદસ્યતા નોંધણીમાં જોડાયા હતા.

ભૂપેન્દ્ર પટેલે આ એપાર્ટમેન્ટના વસાહતીઓના ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર સદસ્યતા અભિયાન અન્વયે લગાવ્યા હતા અને પાર્ટીનો જનાધાર વધુ મજબૂત કરવામાં વસાહતીઓના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીની સાથે શહેર ભાજપા પ્રમુખ અમિતભાઈ શાહ, અગ્રણી ધર્મેન્દ્રભાઈ, ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર ઈન્ચાર્જ શ્રી જિતુભાઈ, વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ઈન્ચાર્જ ડો. અનિલ પટેલ પણ જોડાયા હતા. વસાહતીઓએ પણ મુખ્યમંત્રીનો ઉમળકાભર્યો આવકાર કરી ભારતીય જનતા પાર્ટીનાં જનહિતનાં કાર્યોને વધાવ્યાં હતાં.

English summary
Chief Minister Bhupendra Patel became part of the BJP member campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X