For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના 2 દિવસીય પ્રવાસે રવાના, વાઈબ્રન્ટ ગુજરાતને લઈને કરશે રોડ શો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈ જવા માટે રવાના થયા. દુબઈમાં તેઓ રોડ શો કરવાના છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈ જવા માટે રવાના થયા. દુબઈમાં તેઓ રોડ શો કરવાના છે. દુબઈમાં રોકાણકારો સાથે તેઓ વન ટુ વન બેઠક પણ કરવાના છે. દુબઈના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરે તેવા પ્રયાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીનો આ દુબઈ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દુબઈના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરે અને નવા વ્યવસાયની તકો ઉભી થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.

gujarat cm

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીનો ભૂપેન્દ્ર પટેલનો દુબઈ પ્રવાસ બે દિવસનો છે. તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. દુબઈમાં તેઓ વાઈબ્રન્ટ ગુજરાતને લઈને રોડ શો કરશે. રોડ શો દરમિયાન ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત ડેલીગેશન મુખ્યમંત્રીની સાથે છે. ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ ગુજરાત 2022 માટે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોત્તર નવા રેકૉર્ડ સ્થાપી રહી છે. આ સમિટના ફળ સ્વરૂપે ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફૉર્મ બન્યુ છે. આગામી 10મી વાઈબ્રન્ટ સમિટ 2022 આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ સાથે યોજાશે.

આગામી જાન્યુઆરી 2022માં 10મીથી 12મી દરમિયાન યોજાનારી આ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સૂચિત રોકાણો અંગેના 12 જેટલા એમઓયુ ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.

English summary
Chief Minister Bhupendra Patel leave for a 2-day visit to Dubai and will do a road show on Vibrant Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X