
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને દીપાવલી પર્વ અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
નૂતન વર્ષે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરીએ* *ગુજરાતની વિકાસ યાત્રાને વધુ નવી ઊંચાઈ સિદ્ધ કરાવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને તેવી પ્રાર્થના કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, દિપાવલીની દીપમાળા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરક છે. તેમણે વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં સાથે મળી ગુજરાતની અવિરત વિકાસયાત્રાને નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ કરવા સૌને આહ્વાન કર્યુ છે. મુખ્યમંત્રીએ સામુહિક શક્તિ, ક્ષમતા, સામર્થ્યથી આત્મનિર્ભર ગુજરાત થકી "આત્મનિર્ભર ભારત, વિશ્વગુરુ ભારત"ની વડાપ્રધાનની નેમ નૂતનવર્ષે સાકાર કરવા સૌને અપીલ કરી છે.