મુખ્યમંત્રી હળવદ દુર્ઘટના સ્થળે પહોંચ્યા, પીએમ મોદીની પણ 2 લાખની સહાયની જાહેરાત!
હળવદ : હળવદ જીઆઈડીસીમાં બનેલી ગોજારી દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને હજુ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આ ઘટનાની રાજ્ય અને કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
ઘટના ઘટ્યા બાદ સમાચાર હતા કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેના તમામ કાર્યક્રમો પડતા મુકીને હળવદ આવી રહ્યા છે. હાલ મુખ્યમંત્રી અધિકારીઓ સાથે હળવદ પહોંચ્યા છે અને પીડિત પરિવારો અને ઘટન સ્થળની મુલાકાત કરી છે. બીજી તરફ સરકારે ઘટનાને ગંભીરતાથી લેતા 3 દિવસમાં ઘટનાનો રિપોર્ટ આપવા આદેશ કર્યા છે.
આ પહેલા ઘટનાના સમચાર મળતા મુખ્યમંત્રીએ તમામ મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પીએમ કેર ફંડમાંથી 2 લાખની સહારની જાહેરાત કરી છે.

હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આ ઘટના ઘટી છે અને સમચાર છે ત્યાં સુધી 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે ફાયર, હળવદ મામલતદાર, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો સતત કામગીરી કરી રીહ છે.