ગુજરાતને બાળ મજૂરી મુક્ત બનાવવા માટે કાયદો પાસ, હવે થશે 1 લાખ રૂપિયાનો દંડ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલ મોનસુન સત્રમાં સરકાર અત્યાર સુધી ઘણા બિલ પાસ કરી ચૂકી છે. આ વખતે સંસદમાં ગુજરાત બાળ અને કિશોર શ્રમ(પ્રતિબંધ તેમજ નિયમન) સંશોધન બિલ પાસ થયુ છે. આ કાયદા હેઠળ રાજ્યને બાળ શ્રમિક મુક્ત બનાવવામાં મદદ મળશે. આ જોગવાઈ હેઠળ હવે વેપારીઓ પર 1 લાખ રૂપિયાનો દંડ લાગી શકે છે.

સંશોધિત બિલ પાસ થયુ
તમને જણાવી દઈએ કે બાળ તેમજ કિશોર શ્રમ(પ્રતિબંધ તેમજ નિયમન) સંશોધિત બિલને શ્રમ તેમજ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર તરફથી વિધાનસભામાં રજૂ કરવામં આવ્યુ કે જે પાસ પણ થઈ ગયુ છે. હવે રાજ્યને બાળ શ્રમિક મુક્ત બનાવવા માટે ઘણી આકરી જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં બાળકોને કોઈ વ્યવસાય અને કિશોરોને જોખમી વ્યવસાયોમાં રાખનારા પાસેથી એક લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે.

પહેલા પચાસ હજાર રૂપિયાનો દંડ
ઉલ્લેખનીય છે કે પહેલા પચાસ હજાર રૂપિયાનો દંડ વસૂલવાની જોગવાઈ હતી. હવે રાજ્ય સરકારનો દાવો છે કે દંડની રકમ વધારવાથી ફેક્ટરીના માલિક બાળકોને કામ પર રાખવાથી બચશે. બિલને પાસ કરાવતી વખતે શ્રમ તેમજ રોજગાર મંત્રીએ કહ્યુ કે ગુજરાત ઔદ્યોગિક અને મોટાપાયે રોજગાર આપનાર રાજ્ય છે. એવામાં માલિક બાળકોને કોઈ પણ વ્યવસાય કે કિશોરોને જોખમકારક વ્યવસાયમાં ન રાખે એ જરૂરી છે.

આ છે ભારત સરકારનો કાયદો
કેન્દ્ર સરકાર તરફથી બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ તેમજ નિયમન) અધિનિયમ, 1986 અને વર્ષ 2016ના સુધારામં 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ પણ પ્રકારના વેપારમાં રાખવા પર પ્રતિબંધ છે. વળી, 18 વર્ષથી ઓછી વયના કિશોરોને પણ હાનિકારક વ્યવસાયોમાં રાખવા પર રોક છે.
દીપિકા પાદુકોણે ક્યારેય ડ્રગ્ઝ લીધી નથીઃ મેનેજર કરિશ્મા