For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટી બહેન ભાગી જતા 14 વર્ષીય બહેનના લગ્ન?

|
Google Oneindia Gujarati News

રાજપીપળામાં લગ્ન સમયે મોટી બહેન ભાગી જતા યુવતીના માતા પિતાએ પ્રતિષ્ઠાની બીકે નાની બહેનને પરણાવી દેવાની વાત બહાર આવી છે. જો કે સમયસર મહિલા પોલીસ લગ્ન સ્થળે પહોંચી જતા એક માસૂમની જીંદગી બરબાદ થતા બચી ગઇ હતી. કારણે કે ભાગી ગયેલી યુવતીના માતા પિતાએ મોટી દીકરી ભાગી જતા તેની 14 વર્ષની દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જો કે સમયસર પોલીસ ધટના સ્થળે પહોંચી જતા અને તપાસ કરતા લગ્ન કરતી કિશોરીની ઉંમર 14 વર્ષની જણાતા યુવતીના લગ્ન રોકવામાં આવ્યા હતા. બાળસુરક્ષા વિભાગે આ લગ્ન અટકાવ્યા હતા. અને જે બાદ અમદાવાદથી આવેલા વરરજા લગ્ન કર્યા વિના પરત ફર્યા હતા.

child marriage

આ કિસ્સામાં લગ્ન પહેલા જ બધી કામગીરી થઈ હતી અને લગ્ન ન થયા હોવાના કારણે વરરાજા સામે કે તેના પરિવાર સામે કોઈ ગુનો નોંધાયો નહોતો. જો કે પોલિસની અને બાળ સુરક્ષા વિભાગની યોગ્ય કામગીરીના કારણે બાળકીનું જીવન બચી ગયું હતું.

English summary
Child Marriage case comes up in Rajpipla, gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X