અમરેલીના રાજુલાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ
રાજ્યમાં લૉકડાઉનમાં પણ ગુનાખોરીના કેસો સામે આવી રહ્યા છે. બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં બની છે. અમરેલીના રાજુલા તાલુકાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઉઘરાણીને લઈને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં દુકાનદાર પર કેટલાક લોકોએ પાઈપો અને ધોકાથી હુમલો કરી દીધો હતો. બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલિસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતો. પોલિસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણાના વિજાપુરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર