For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલમાં 1 કરોડ કરતા વધારેની કેરીનું વેચાણ, આવતા વર્ષે 30 દિવસની આયોજન

ગાંધીનગર રામકથા મેદાન ખાતે ત્રણ દિવસનો રાષ્ટ્રીય મેગો ફેસ્ટિવલ યોજાયો હતો. જેમા ત્રણ દિવસમાં કેરી અને કેરીની અન્ય બનાવટોનું 1 લાખ 43 હજારથી વધુ કિલોગ્રામ વેચાણ થયું છે જેની કિંમત રૂપિયા 1 કરોડ 43 લાખ 52 હજાર થાય છે. ગુજર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર રામકથા મેદાન ખાતે ત્રણ દિવસનો રાષ્ટ્રીય મેગો ફેસ્ટિવલ યોજાયો હતો. જેમા ત્રણ દિવસમાં કેરી અને કેરીની અન્ય બનાવટોનું 1 લાખ 43 હજારથી વધુ કિલોગ્રામ વેચાણ થયું છે જેની કિંમત રૂપિયા 1 કરોડ 43 લાખ 52 હજાર થાય છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોની 21,800 કિલોગ્રામ કેરી વેચાણ થયું છે જેની કિંમત 43 લાખ 60 હજાર થાય છે, ગુજરાતની 1 લાખ 21 હજાર કિલોગ્રામ કેરીનું વેચાણ થયું છે જેની કિંમત 97 લાખ રૂપિયા થાય છે. રૂ. 2 લાખ 90 હજારની કેરીની અન્ય બનાવટોનુ વેચાણ થયું છે.

mango fastivel

​ગાંધીનગરમાં પ્રથમવાર આયોજિત રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોની કેરીઓના વેચાણના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોની કેરીઓનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

​સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચાણ કરી શકે તેવા હેતુથી મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ​આ ઉપરાંત કેરીનું અથાણું અને છુંદ્દો, મોંગો પલ્પ, શેક, સહિતની અન્ય વેરાયટી પણ પ્રદર્શનમાં જોવા મળી હત.

​ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને તમિલનાડુ રાજ્યોના કેરીના વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પ્રદર્શનમાં કુલ 50 સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

​વિવિધ રાજ્યોમાં આંબાની ખેતી સાથે સંકળાયેલ ખેડુતો, વાડીનાં માલિકો તથા કેરીના જથ્થાબંધ વેપારીઓને પોતાનાં કારોબારના વિકાસ માટેનું પ્લેટફોર્મ પુરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્રકારના આયોજનથી ગાંધીનગર તેમજ રાજ્યના અન્ય શહેરોના લોકોને ગુણવત્તાયુક્ત કેરી પ્રાપ્ત થશે.

​મેંગો ફસ્ટીવલથી સ્થાનિક લોકોને રોજગારીની નવીન તકો પ્રાપ્ત થવાથી આર્થિક રીતે પગભર બનવામાં સહાયતા પ્રાપ્ત થઈ છે. બાગાયતી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કેરીની નવીન પ્રકારની વેરાયટીઝ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે.

English summary
Closing of Mango Festival organized by Gandhinagar Tourism Department
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X