ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ અરવલ્લી, ડાંગ સહિત ઠેકઠેકાણે માવઠાં

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રવિવારથી ગુજરાતના હવામાનમાં ભારે પલટો આવ્યો છે અને તે પ્રમાણેનું વાતાવરણ સોમવારે પણ ય થાવત રહ્યું હતું તેમજ  રવિવારે, ડાંગ , અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો આજે સવારે પણ અરવલ્લી, મહેસાણા સહિતના ઘણા જિલ્લામાં માવઠાં થયા હતા. અમદાવાદમાં ગત રાત્રે વરસાદી છાંટા આવતા રસ્તા ભીનાં થઈ ગયા હતા અને ઘણા વાહનચાલકોને આ બાબતનો ખ્યાલ ન હોતા રસ્તા પર સ્લીપ થઈ જવાના બનાવ પણ બન્યા હતા. અરવલ્લીમાં જિલ્લાના ધનસુરા,મોડાસા તાલુકામા સામાન્ય હળવો વરસાદ પડ્યો હતો. અને આજે સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી છાંટા પડ્યા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

dang

લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે પરંતુ ખેડૂતોમાં ખેતીના પાકને મુદ્દે ચિંતા વ્યાપી ગઈ છે આ પ્રકારના વાતાવરણથી ઘઉં તથા જીરુંના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે કારણ કે અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે.  તો બોજી તરફ ગુજરાતને છેડે આવેલા ડાંગ જિલ્લામાં પણ ગત મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને કમોસમી માવઠું થયું હતું. વાદળ છાયા વાતાવરણને પગલે સાપુતારાનું વાતાવરણ આહલાદક બની ગયું છે. આજે પણ ડાંગ , આહવા અને સાપુતારામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

અંબાજી પંથકમાં પણ ભારે ઘેરા વાદળો જોવા મળ્યા હતા. તે ઉપરાતં નર્મદા જિલ્લાના રાજપીપળામાં તેમજ આણંદ જિલ્લામાં પણ વાદળો ઘેરાયા હતા અને પવન પણ ફૂંકાયો હતો. અંબાજીમાં તો જાણે ચોમાસું બેસી ગયુ હોય તેમ વીજળના ચમકારા પણ થયા હતા અને વરસાદી છાંટા પડ્યા હતા. અંબાજીમાં ગરમીનું જોર ઘટ્યું છે પરંતુ આ માવઠાને કારણે ખેડૂતો અતિશય ચિંતામાં છે. ધ્ય ગુજરાતના પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાંક વિસ્તારોમાં છુટાછવાયા છાંટા પણ પડયા હતા. રવિ પાકમાં ઘઉ અને મકાઇ તૈયાર થઇ ગઇ છે એવામાં વાદળ છવાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ઉત્તર ગુજરાતમાં હવામાન પલટાયું છે. પાટણ પંથકમાં વહેલી સવારે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. તો સમગ્ર વિસ્તારમાં વાદળછાયું હવામાન છવાયું છે. ઊનાળાની ગરમીમાં હવામાનમાં પલટો આવતાં જિલ્લાં ઠંડક પ્રસરતાં લોકો ગરમીમાં થોડી રાહતનો અનુભવ કરી રહ્યા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદી માહોલને કારણે બટાકા, જીરું, રાયડો અને રાજગરાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા અપરએર સાઇક્લોનીક સર્કયુલેશનને લીધે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી નોંધાયું હતુ ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને થોડી રાહત મળી છે.

English summary
Cloudy weather in Gujarat, including Aravalli, Dang. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.