For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગ્રણી બ્રોકરેજ ફર્મ CLSAએ ગુજરાતનું વિકાસ મોડેલ વખાણ્યું Desktop/Mobile

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 ઑક્ટોબર : ગુજરાતના વિકાસને ભારતના અન્ય રાજ્યો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવામાં આવી છે. એશિયાની એક અગ્રણી બ્રોકરેજ કંપની CLSAએ તેના 'ગુજરાત : ગ્રોથ ટુ સસ્ટેન'ના રિપોર્ટમાં નોંધ્યું છે કે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ઝળહળતી સફળતા મળવા સાથે વર્તમાન સરકારના પ્રયાસોને પગલે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ ગુજરાત તરફ આકર્ષાયા છે.

એશિયાના અગ્રણી સ્વતંત્ર બ્રોકરેજ અને રોકાણ જૂથ CLSA એશિયા - પેસિફિક માર્કેટ્સએ તેના 'ગુજરાત : ગ્રોથ ટુ સસ્ટેન'ના રિપોર્ટમાં જણાવ્યું છે કે "ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત સૌથી વધારે ઝડપથી વિકાસ કરી રહેલું રાજ્ય છે. ગુજરાતે અપનાવેલું વિકાસનું મોડેલ અનન્ય છે."

narendra-modi

રિપોર્ટમાં કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે નોંધવામાં આવ્યું છે કે "ગુજરાતમાં કૃષિનો વધારે સારો વિકાસ થયો છે. આ વિકાસ મોડલનું કારણ એ છે કે તેમાં કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય ઉપર નિર્ભરતા ઓછી છે. આ કારણે છેલ્લા 10 વર્ષથી કૃષિ વિકાસ દર 11 ટકાની આસપાસ જળવાઇ રહ્યો છે."

તેમાં જણાવાયું છે કે ગુજરાતનો વિશિષ્ટ વિકાસ દૂરંદેશી ધરાવનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કારણે શક્ય બન્યો છે. નરેન્દ્ર મોદીના વિઝનને કારણે ઉદ્યોગ ક્ષેત્રે ભારતના અન્ય રાજ્યોમાં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીએસડીપી) 27 ટકા જેટલું છે તેની સામે ગુજરાતનું જીએસડીપી 40 ટકા ડેટલું છે. રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8થી 8.5 ટકાથી વધીને 11થી 11.5 ટકા જેટલું થયું છે.

English summary
CLSA report IN ‘Gujarat: Growth to Sustain’ notes Gujarat’s agriculture is shining and present Government’s initiatives that have attracted industry and industrialists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X