For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરના ત્રણ ગામોની ઓચિંતી મુલાકાતે CM ભુપેન્દ્ર પટેલ, સ્થાનિકોની રજૂઆત સાંભળી

ગ્રામીણ લોકોના પ્રશ્નો જાણવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના ત્રણ ગામોની ઓચીંતી મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ લોકોની સમસ્યાઓ સાંભળી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સૌને ચૌકાવી દીધા હતા. ગ્રામીણ લોકોના પ્રશ્નો જાણવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના ત્રણ ગામોની ઓચીંતી મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ લોકોની સમસ્યાઓ સાંભળી પ્રશ્નોના વાજબી અને યોગ્ય નિવારણ માટે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

bhupendra patel

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપૂરા, વડાસણ અને વિહાર ગામની ઓચિંતી મુલાકાતે પહોંત્યા હતા. અહીં તેમની સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ સાથે હતા. આ ગામોમાં મુખ્યમંત્રીૃએ લોકો વચ્ચે બેસીને, લોકોને પ્રત્યક્ષ મળીને તેમની સમસ્યાઓ જાણી હતી.

મુખ્યમંત્રીએ અહીં લોકોએ ગામમાં ખેતરોમાં પાકને ઢોરથી બચાવવા કાંટાળી તારની વાડ માટે, પશુ દવાખાનામાં વધુ સુવિધા માટે, લાયબ્રેરી શરૂ કરવા માટે તેમજ બે ગામોના તળાવો લીંક કરી તેના પાણી ખેતી-સિંચાઇ માટે આપવા અને ગામની હાઇસ્કૂલના મેદાન માટે જગ્યા ફાળવવા જેવી રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ કરી હતી.

મુખ્યમંત્રીએ આ બધી જ રજુઆતો સંદર્ભે મુખ્ય સચિવ પંકજકુમાર અને મુલાકાત દરમ્યાન સાથે રહેલા જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, પ્રાંત અધિકારી, મામલતદાર વગેરેને ત્વરિત અને વાજબી નિવારણ માટેની સ્થળ પર જ સૂચનાઓ આપી હતી ભૂપેન્દ્ર પટેલે વિહાર ગ્રામ પંચાયત ઘરની મુલાકાત લીધી હતી અને ગામમાં હનુમાનજી મંદિરમાં દર્શન પણ કર્યા હતા.

English summary
CM Bhupendra Patel on a surprise visit to three villages of Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X