
CM ભૂપેન્દ્ર પટેલ 3 જિલ્લાની મુલાકાત લીધી, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું
CM ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારના રોજ 3 જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરૂવારના રોજ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગુરૂવારની સવારના 10 કલાકે સુરેન્દ્રનગરના પાટડીના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં કુલ 13 સબ સ્ટેશનનું લોકાર્પણ
મુખ્યમંત્રી દ્વારા કુલ 134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 3.64 કરોડના ખર્ચે બનેલુસુરજમલજી હાઈસ્કૂલના નવીનતમ ભવનનું CM ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે 4 સબ સ્ટેશન સહિત રાજ્યમાં કુલ 13 સબ સ્ટેશનનું લોકાર્પણમુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

વાગરા ગામ ખાતે વિકાસ કાર્યોનું CM દ્વારા લોકાર્પણ
અમદાવાદ જિલ્લામાં આવેલા વિરમગામ પંચાયત ભવનનું CM લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિરમગામ ખાતે અમદાવાદજિલ્લાના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક પણ કરી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા ગામ ખાતે વિકાસ કાર્યોનુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

CMના હસ્તે MSME એકમોના સહાય ચેકનું વિતરણ કરાયું
આ સાથે રૂપિયા 881 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું ડિસેલિનેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથેમુખ્યપ્રધાને અંકલેશ્વર વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે MSME એકમોના સહાય ચેકનુંવિતરણ પણ કરવામાં આવ્યું હતું.