For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM રૂપાણીએ કંઇક આ રીતે કરી ઉત્તરાયણની ઉજવણી

ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાતીઓ હંમેશા આગળ પડતો ભાગ લે છે. વર્ષો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શરૂ કરેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આજે શહેરની ઓળખાણ બની ગયો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાતીઓ હંમેશા આગળ પડતો ભાગ લે છે. વર્ષો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં શરૂ કરેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આજે શહેરની ઓળખાણ બની ગયો છે. જો કે, આ વર્ષે રાજ્યના નેતાઓ કાઇટ ફેસ્ટિવલના સ્થાને સામાન્ય લોકોની જેમ ધાબા પરથી જ પતંગ ચગાવવાની મજા માણી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના મણિનગર વિસ્તારમાં પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. તેમની પાછળ તેમના પત્ની અંજલિબહેન સીએમ રૂપાણીની ફીરકી પકડીને ઊભા હતા. તેમની સાથે મણિનગરના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ અને અન્ય કાર્યકર્તાઓ પણ હાજર હતા.

Vijay Rupani

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડૉ.ઋત્વિજે પણ બાપુનગર અને ખાડિયા ખાતે મકરસંક્રાંતિની ઉજવણી કરી પતંગ ચગાવ્યા હતા. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય પણ હાજર હતા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ અમદાવાદમાં જ પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વહેલી સવારે દેશવાસીઓને મકરસંક્રાંતિની અને ગુજરાતીઓને ખાસ ઉત્તરાયણની શુભકામના પાઠવી હતી.

Amit shah
English summary
CM Vijay Rupani, Jitu Vaghani and Amit Shah celebrated Uttrayan in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X