For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં એક હજાર લોકો પર ચાલી રહી છે કોરોના વેક્સીનની ટ્રાયલ

ગુજરાતમાં એક હજારથી વધુ લોકો પર વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં જે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે તે ઘણા તબક્કામાં લોકોને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ કહેવુ છે કે ગુજરાતમાં એક હજારથી વધુ લોકો પર વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી રહી છે. હાલમાં અહીં વેક્સીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ત્યારબાદ વેક્સીન ચાર તબક્કામાં વિતરિત કરવામાં આવશે. વળી, રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના સંક્રમણના કારણે આગળ પણ લૉકડાઉન અને કર્ફ્યુ લગાવવાની ચર્ચાઓ પર વિરામ લગાવીને સીએમ રૂપાણીએ તેને અફવા ગણાવી અને કહ્યુ કે સ્થિતિ અત્યારે કાબુમાં છે અને દિવસનો કર્ફ્યુ કે લૉકડાઉનની વાત માત્ર અફવા છે.

cm rupani

દિવસના કર્ફ્યુ કે લૉકડાઉન લગાવવાની ચર્ચાઓ પર મુખ્યમંત્રીએ કહ્યુ કે આ અંગે હજુ કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. માટે લોકોએ ડરવા કે ગભરાવાની જરૂર નથી. જો સંક્રમણ વધ્યુ અને સ્થિતિ વિકટ થઈ તો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલાં અમે કોરોના વેક્સીન માટે તૈયારીઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કરીને કોરોના વેક્સીનના વિતરણ માટે સૂચન અને પરામર્શ આપ્યા હતા. જેટલુ જલ્દી સંભવ હોય વેક્સીન આવે અને તેને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે, કેન્દ્ર સરકાર પણ આના માટે વિચારાધીન છે. દેશની અંદર ઘણી જગ્યાએ કોવિડ-વેક્સીનના પરીક્ષણ ચાલી રહ્યા છે.

આ પહેલા રૂપાણીએ કહ્યુ, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યુ છે કે પહેલા તબક્કામાં કોરોના વેક્સીન ફ્રંટલાઈન આરોગ્ય કાર્યકર્તાઓને આપવામાં આવશે, બીજા તબક્કામાં પોલિસકર્મીઓ, સ્વચ્છતા-કાર્યકર્તાઓ વગેરેને પછી ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના સંક્રમિતોને આપવામાં આવશે. ચોથા તબક્કામાં આનો ડોઝ વધુ નબળા કે વૃદ્ધ લોકોને આપવામાં આવશે.' તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ વેક્સીનને ધ્યાનમાં રાખીને કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. એ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શામેલ થયા હતા.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5ના મોતરાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5ના મોત

English summary
CM Rupani: Corona vaccine trial on one thousand people in Gujarat, Day Curfew or Lockdown is only a rumor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X