For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CMની જાહેરત: ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે વળતર

વાવાઝોડું નજીક હોવાને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. ખેડુતોના પાકને કમોસમા વરસાદને કારણે થયુ નુકસાન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી.

By Shachi
|
Google Oneindia Gujarati News

સુરત તથા દક્ષિણ ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનું જોખમ ટળી ગયું છે, પરંતુ આ વાવાઝોડું નજીક હોવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઇ જતાં તેમને રડવાનો વારો આવ્યો છે. આથી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી રાહત આપવામાં આવશે. ઓખીને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમને વળતર આપવામાં આવશે.

Vijay Rupani

તેમણે આગળ કહ્યું હતું કે, આ વાવાઝોડાને કારણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પણ સતત ચિંતામાં હતા. કેન્દ્ર સરકાર વાવાઝોડાં પર સતત નજર રાખીને બેઠી હતી. કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ અંગે એક સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીક આવતાં છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દ્રવ્ય પાકને મોટા પાયે નુકસાન થયું છે.

English summary
CM Vijay Rupani declares compensation for farmers who are affected due to ockhi cyclone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X