
હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બનાવેલ ઓક્સિજન પ્લાંટનુ સીએમ રૂપાણીએ કર્યું લોકાર્પણ
કોરોનાની બીજે લહેરે દેશભરમાં કહેર મચાવ્યો હતો. આ લહેરમાં હોસ્પિટલોમાં બેડની કમી જોવા મળી હતી. આ સાથે ગુજરાત સહિત દેશભરમાં ઓક્સિજનની કમી જોવા મળી હતી. બીજી લહેરમાં ઓક્સિજનની કમીને જોતા સરકારે દેશભરમાં ઓક્સિજન પ્લાંટ બનાવવા માટે જાહેરાત કરી હતી. આજે ગુજરાતમાં ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી એચએનજીયુએ ઓક્સિજન પ્લાંટ બનાવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિએ ઓક્સિજન પ્લાંટ બનાવ્યો હતો. CM વિજય રૂપાણીએ આજે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ મેળવ્યુ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટને રૂ. 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટની સારી વાત એ છે કે, તે 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતા ધરાવે છે જેથી એકસાથે 40 ઓક્સિજન સિલીન્ડર ભરી શકાશે. આવાનારા સમયમાં પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં ઓક્સિજનની જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓકસીજનનો ઉપયોગ જરૂરિયાત મુજબ થઈ શકશે.