For Quick Alerts
For Daily Alerts
Army Day: રાજકોટમાં સીએમ રૂપાણીએ શહીદોને આપી સલામી
મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે રાજકોટ પહોંચ્યા હતા. ભારતીય સેના દિવસ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં શહીદ જવાનોને સલામી આપી હતી. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે ભારતીય સૈનિકોની બહાદુરીને સલામ કરી હતી, તેમણે કહ્યું હતું કે, ભારતીય સેનાનીઓ બોર્ડર પર જાગે છે ત્યારે આપણે ઘરે નિરાંતનો શ્વાસ લઇ શકીએ છીએ. માતૃભૂમિ માટે પોતાના જીવનું બલિદાન આપનાર જવાનોનું જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે.
આ દરમિયાન તેમણે બજેટ વિશે પૂછાયેલા સવાલોના પણ જવાબ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રૂઆરીના રોજ કેન્દ્રિય બજેટ રજૂ થનાર છે અને ગુજરાતનું બજેટ 20 ફેબ્રૂઆરી બાદ રજૂ થશે. તેમણે કહ્યું હતું કે, બજેટમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવશે અને સૌનું હિત સચવાશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ઉતરાયણના દિવસે સીએમ રૂપાણી તેમના પત્ની અંજલિબહેન સાથે પતંગ ઉડાવતા નજરે પડ્યા હતા.
Comments
English summary
CM Rupani gave tribute to Martyrs. Read more detail here.
Story first published: Monday, January 15, 2018, 14:43 [IST]