For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની કરી ઘોષણા, 45 લાખથી લઈને સબસિડી સુધીનો લાભ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની ઘોષણા કરી છે. આ પૉલિસી હેઠળ રાજ્યની પ્રાચીન ધરોહરો, ઐતિહાસિક વારસો ધરાવતી ઈમારતો અને સ્થળોને પણ હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન(ધરોહર પર્યટન સ્થળ) તરીકે બદલવામાં આવશે. આનાથી ગુજરાતને વિશ્વ પર્યટન માનચિત્ર પર વધુ દમદાર રીતે ચમકાવવામાં મોટી મદદ મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સફેદ રણ, સમુદ્ર અને પર્વતીય સ્થળો સાથે પ્રાચીન ઈમારતો, ધાર્મિક સ્થળો, ડાયનાસોર પાર્ક અને સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવી ઘણી વિવિધતાઓ છે. મુખ્યમંત્રીએ હવે આને હેરિટેજ ટુરિઝમ પૉલિસીની ઘોષણાના માધ્યમથી વિરાસત પર્યટનમાં વધુ એક આકર્ષણ જોડવાની અભિનવ પહેલ કરી છે. તેમણે ગાંધીનગરમાં થયલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ને પર્યટન મંત્રી જવાહર ચાવડા સહિત વરિષ્ઠ સચિવોની હાજરીમાં અંતિમ સ્વરૂપ આપ્યુ.

1 જાન્યુઆરી-1950 પહેલાની ધરોહરો પર પણ લાગુ થશે

1 જાન્યુઆરી-1950 પહેલાની ધરોહરો પર પણ લાગુ થશે

મુખ્યમંત્રીએ ધરોહર સંપત્તિઓના મૂળ તત્વ અને સત્વને જાળવી રાખીને પર્યટન આકર્ષણ ઉભુ કરવાની પ્રતિબદ્ધતા સાથે આ નીતિમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે 1 જાન્યુઆરી-1950 પહેલાની આવી ઐતિહાસિક ઈમારતો, મહેલો અને કિલ્લાઓ વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેંક્વેટ હૉલ કે હેરિટેજ રેસ્ટોરાં બનાવવામાં આવી શકે છે. જો કે આ દરમિયાન તેના ઐતિહાસિક વારસાના મૂળ ઢાંચા સાથે કોઈ પ્રકારની છેડછાડ નહિ કરી શકાય.

આમને પણ વારસા પર્યટન નીતિમાં શામેલ કર્યા

આમને પણ વારસા પર્યટન નીતિમાં શામેલ કર્યા

મુખ્યમંત્રીએ આઝાદી બાદ ભારતીય સંઘમાં વિલીન થયેલ અનેક નાની-મોટી રિયાસતોની સમૃદ્ધિ, તેમના મહેલોના સંગ્રહાલયોમાં હાજર કિંમતી વસ્તુઓ, ભેટસોગાદો, પોષાક, શસ્ત્ર અને સિક્કાઓ જેવી પ્રાચીન ધરોહરોને વિશ્વની વર્તમાન તેમજ ભાવિ પેઢી જોઈ તેમજ જાણી શકે તેના માટે હેરિટેજ મ્યુઝિયમને પણ આ વારસા પર્યટન નીતિમાં શામેલ કર્યા છે.

નાણાકીય મદદ કરશે રાજ્ય સરકાર

નાણાકીય મદદ કરશે રાજ્ય સરકાર

નવીનીકરણ તેમજ જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મદદ આપવામાં આવશે. જે અનુસાર હોટલ સ્થાપિત કરવા માટે 25 કરોડ રૂપિયા સુધીના રોકાણ પર 20 ટકા સબસિડી એટલે કે મહત્તમ 5 કરોડ રૂપિયા સુધીની મદદ અને 25 કરોડથી વધુના રોકાણ પર મહત્તમ 10 કરોડ રૂપિયાની નાણાકીય મદદ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ન્યૂ હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેંક્વેટ હૉલ અને હેરિટેજ રેસ્ટોરાં યુનિટના નવીનીકરણ કે જાળવણીમાં 3 કરોડ રૂપિયાના રોકાણ પર 15 ટકાના હિસાબે 45 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત 3 કરોડથી વધુના રોકાણ પર 15 ટકાના હિસાબે મહત્તમ 1 કરોડ રૂપિયાની મદદ સરકાર આપશે. હેરિટેજ ટુરિઝમ પૉલિસીના સમય દરમિયાન સ્વીકૃત અન વિતરિત કરવામાં આવેલ લોન પર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ લેવામાં આવશે અને પ્રતિ વર્ષ 30 લાખ રૂપિયાની સીમામાં સબસિડી પણ આપવામાં આવશે.

કંગનાને કેમ આપવામાં આવી વાય પ્લસ સુરક્ષા? મોદી સરકારના મંત્રીએ જણાવ્યુ કારણકંગનાને કેમ આપવામાં આવી વાય પ્લસ સુરક્ષા? મોદી સરકારના મંત્રીએ જણાવ્યુ કારણ

English summary
CM Rupani has announced Heritage Tourism Policy 2020-25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X