For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લૉકડાઉનની અફવાઓને અંબાજી પહોંચેલા CM રૂપાણીએ આપ્યો રદિયો

અંબાજી દર્શન કરવા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે લૉકડાઉન અંગે વાતચીત કરી.

|
Google Oneindia Gujarati News

અંબાજીઃ દિવાળીના તહેવારે બાદ કોરોનાનુ સંક્રમણ વધી જતા અમદાવાદ શહેરમાં શુક્રવારે એટલે કે આજે રાતે 9 વાગ્યાથી જનતા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ કોરોનાના કેસમાં ખૂબ વધારો થયો છે જેના પગલે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લગાવી દેવામાં આવશે તેઓ લોકોમાં ભય ફેલાયો છે. આ દરમિયાન અંબાજી દર્શન કરવા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનુ કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. અમદાવાદ વિશે તેમણે કહ્યુ કે કોરોનાના કેસોમાં વધારો થવાના કારણે શહેરમાં સાવચેતીના ભાગ રૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

Vijay Rupani

ધર્મપત્ની અંજલિબેન સાથે અંબાજીમાં દર્શન કરવા પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણી મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી માતાજીની આરાધના કરી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ કે રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. સ્થિતિને કાબુ કરવા માટે સાવચેતીના પગલા રૂપે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર કરાયો છે. રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાના નથી. અમદાવાદમાં તકેદારીના ભાગ રૂપે વીકેન્ડ જાહેર કરાયુ. વળી, તેમણે ઉમેર્યુ કહ્યુ કે માસ્ક ન પહેરનાર સામે પોલિસ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના નિર્દેશોનુ પાલન ન કરનાર સામે કડક પોલિસ કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં શુક્રવાર એટલે કે આજે(20 નવેમ્બર) રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ કર્ફ્યુ દરમિયાન અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની તેમજ આવશ્યક વસ્તુની દુકાનો જ ખુલ્લી રહેશે. સોમવારથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. કર્ફ્યુ દરમિયાન રાત્રિ બજાર, રેસ્ટોરન્ટ અને હોટલ, બસ સેવા, થિયેટર અને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ રહેશે. શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી એસટી બસની સેવાઓ પણ બંધ રહેશે. રાતે નવ વાગ્યા પછી શહેરમાં એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે અમદાવાદમાં લાગ્યો 60 કલાકનો કર્ફ્યુકોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે અમદાવાદમાં લાગ્યો 60 કલાકનો કર્ફ્યુ

English summary
CM Rupani refused the rumors of lockdown in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X