For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SEBI દ્વારા ફટકારવામાં આવેલ દંડ મામલે CM રૂપાણીની સ્પષ્ટતા

ગુરૂવારે સમાચાર આવ્યા હતા કે, સેબી દ્વારા સીએમ રૂપાણીની કંપની પર 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છેઆ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કરી સફાઇ આપી છેઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

સેબી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કંપની પણ અયોગ્ય વ્યાપારિક ગતિવિધિઓ અને સેબીના નિયમના ઉલ્લંઘન માટે 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિજય રૂપાણીની હિંદુ અખંડ પરિવાર કંપની સહિત 22 કંપનીઓ પર સેબીએ દંડ ફટકાર્યો છે. સેબી અનુસાર, વર્ષ 2011માં જાન્યુઆરીથી લઇને જૂન સુધીમાં આ હેરફેર કરવામાં આવી હતી. આ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો.

vijay rupani

વિજય રૂપાણીના ઓફિશિયલ ટ્વીટર પેજ પર કરવામાં આવેલ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, સેબીના એક અધિકારીએ 6 વર્ષ બાદ કંઇ સાંભળ્યા વિના 22 લોકો પર દંડ ફટકાર્યો છે, જેમાંના એક વિજય રૂપાણી છે. શ્રેણી બદ્ધ કરવામાં આવેલ ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે, જે ઓર્ડરના આધારે આ સમાચાર છાપવામાં આવ્યા છે, તે સેબી ટ્રિબ્યુનલ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે ટ્વીટમાં એ દસ્તાવેજની તસવીર પણ પોસ્ટ કરી હતી.

English summary
CM Vijay Rupani clarifies his stand over SEBI penalty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X