સુરેન્દ્રનગરથી વિજય રૂપાણીના હસ્તે નર્મદા યાત્રા શરૂ કરાઇ

Subscribe to Oneindia News

બુધવારના રોજ સુરેન્દ્રનગર ખાતે માં નર્મદા યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે માં નર્મદા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા ગુજરાતના ઘણા ગામોમાં ફરીને માં નર્મદાની ઉપલ્બધીઓ વિશે લોકોને સમજાવવામાં આવશે. આ પ્રસંગે વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમ કોંગ્રેસના સમયમાં અસ્તિત્વમાં આવ્યો હતો. જેનો લાભ જનતાને મેળવો જોઈએ તો હતો પણ કોંગ્રેસે નર્મદાનું કામ અટકાવીને ગુજરાતનો વિકાસને અટકાવી રાખ્યો હતો. નર્મદાના પાણીના લીધે ગુજરાત માટે દુષ્કાળ ભૂતકાળ બની જશે. સરદાર પટેલનું સપનું નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે. પાણીના આભાવે થતી હિજરત હવે બંધ થશે અને નર્મદાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળશે.

surendranagar

નોંધનીય છે કે આ નર્મદા યાત્રા 24 જિલ્લા અને 7 મહાનાગરો માંથી પસાર થશે. જેમાં અંદાજે 10 હાજર ગામડામાંથી આ રથને પસાર કરવામાં આવશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી રાજ્યના મંત્રીઓ તેને શરૂ કરાવશે. 17મીએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા ડેમનું નવા સ્તરે લોકોને અર્પણ કરશે. આમ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવવાની સાથે જ આ રથ દ્વારા ભાજપના પ્રચારની શરૂઆત પણ આડકતરી રીતે કરી દેવામાં આવી છે.

English summary
CM Vijay Rupani inaugurated Narmada Yatra in Surendranagar .
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.