For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ CM વિજય રૂપાણીએ શરૂ કરી 5 સમૂહ જલાપૂર્તિ યોજના, લાખો લોકોને મળશે પેયજળ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 145.14 કરોડની પાંચ સમૂહ જલાપૂર્તિ યોજનાનો શિલાન્યાસ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

વલસાડઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 145.14 કરોડની પાંચ સમૂહ જલાપૂર્તિ યોજનાનો શિલાન્યાસ કર્યો છે. આ પરિયોજના વલસાડ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. આનાથી પારડીના ધગડમાલમાં 114 ગામો અને 404 મહોલ્લાઓને પીવાનુ શુદ્ધ પાણી મળશે. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ કે અમારી સરકારે ઘર-ઘરમાં જળ, શૌચાલય, ગેસ અને વિજળીનુ કનેક્શન તથા જન-ધન ખાતામાં લાભ પૂરો પાડ્યો છે. 145.14 કરોડ રૂપિયાની પાંચ સમૂહ જલાપૂર્તિ સુધાર યોજનાઓને શરૂ કરવાના પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે વિશાળ વૉટરગ્રિડના નિર્માણથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પીવાનુ શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાતને સફળતા મળી છે.

water

વધુમાં, મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર જનતા માટે પ્રત્યક્ષ હસ્તાંતરણ(ડીબીટી) દ્વારા વચેટીયાઓનો ખાતમો કરીને તેમજ દરેક પરિવારને પાક્કા આવાસ ઉપલબ્ધ કરાવવામાં લાગી છે. ગુજરાતમાં વરસાદની પેટર્નને રેખાંકિત કરીને મુખ્યમંત્રીએ કહ્યુ કે અહીંના 30 ટકા ભાગમાં 70 ટકા વરસાદ થાય છે જ્યારે 70 ટકા ક્ષેત્ર એવા છે જ્યાં માત્ર 30 ટકા વરસાદ થાય છે. આમ તો વલસાડને ગુજરાતનુ ચેરાપૂંજી કહેવામાં આવે છે પરંતુ અહીં થતા ભારે વરસાદનુ પાણી નદી દ્વારા સમુદ્રમાં વ્યર્થ વહી જાય છે. અહીં દર વર્ષે જોરદાર વરસાદ થાય છે. એવામાં સરકાર દ્વારા અહીં જળ સંચય અને વિતરણ માટે જલાપૂર્તિ વિભાગની ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

આ યોજનાઓ દ્વારા લોકોને શુદ્ધ પાણી મળશે પછી તેમને ક્ષારવાળુ નહિ પીવુ પડે. ઉલ્લેખનીય છે કે આ જિલ્લામાં લોકોના દાંત પીળા થવા અને હાથી પગા જેવી દૂષિત પાણીજન્ય રોગો સામે આવતા રહે છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેના દ્વારા લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી છૂટકારો મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યુ કે તેમણે દાહોદ માટે 550 કરોડ રૂપિયાની જલાપૂર્તિ યોજનાની ઘોષણા કરી હતી. હવે તેનુ બધુ કામ પૂરુ થવામાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો કે વલસાડ જિલ્લામાં સરકારે 1500 કરોડ રૂપિયાની જલાપૂર્તિ યોજનાઓ સ્વીકૃત કરી છે.

Forbes લિસ્ટમાં પહેલા નંબરે કાયલી જેનર, જાણો તેની આવકForbes લિસ્ટમાં પહેલા નંબરે કાયલી જેનર, જાણો તેની આવક

English summary
CM Vijay Rupani lays foundation of 145.14 crore worth five group water supply scheme for drinking water.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X