For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છની નજીક દેખાયા પાક કમાન્ડો, નેવીએ કર્યા બંદરોને એલર્ટ

નૌકાદળે ગુજરાતના બધા બંદરોની સુરક્ષા વિશે એલર્ટ જારી કર્યુ છે. કોસ્ટગાર્ડ સુરક્ષાદળોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નૌકાદળે ગુજરાતના બધા બંદરોની સુરક્ષા વિશે એલર્ટ જારી કર્યુ છે. કોસ્ટગાર્ડ સુરક્ષાદળોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કંડલા બંદર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાની કમાન્ડો કચ્છમાં ઘૂસી શકે છે. આ કારણે કોસ્ટગાર્ડ સુરક્ષાબળોને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સૂત્રો મુજબ કચ્છની નજીક પાકિસ્તાની કમાન્ડો જોવામાં આવ્યા છે.

બધી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

બધી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

ઈન્ટેલીજન્સ સૂત્રો મુજબ બીએસએફ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે સાથે અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાક પ્રશિક્ષિત કમાન્ડો કે આતંકી નાની નૌકાઓ દ્વારા કચ્છના ખાડી ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી શકે છે, આને જોતા આ આખા વિસ્તારમાં સતર્કતા અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે.

કચ્છના ખાડી ક્ષેત્રમાં ઘૂસી શકે છે આતંકી

ભારતીય નૌકાદળે શંકા વ્યક્ત કરી હતી કે આતંકી પાણીના રસ્તે આતંકી હુમલો કરાવી શકે છે. ભારતીય નૌકાદળના જણાવ્યા મુજબ આતંકવાદી પાણીના રસ્તે ભારત પર એટેક કરવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. નૌકાદળના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે માહિતી આપી હતી કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પોતાના અંડરવૉટર વિંગના આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારત સાથે તણાવ વચ્ચે આજે પાકિસ્તાન કરી રહ્યુ છે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, જાણો તેના વિશે બધુઆ પણ વાંચોઃ ભારત સાથે તણાવ વચ્ચે આજે પાકિસ્તાન કરી રહ્યુ છે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, જાણો તેના વિશે બધુ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ અકળાયુ પાક

નૌકાદળ પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે જણાવ્યુ કે અમને ખૂફિયા જાણકારી મળી છે કે જૈશ-એ-મોહમ્મદના અંડરવૉટર વિંગના આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે ભારતીય નૌકાદળ એલર્ટ પર છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમે દેશવાસીઓને વિશ્વાસ આપવા માંગીએ છીએ કે અમે સંપૂર્ણપણે એલર્ટ પર છીએ. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના વલણથી આતંકીઓ વચ્ચે હલચલ છે. આતંકી કોઈ પણ રીતે કાશ્મીર ઘાટીના રસ્તે ઘૂસીને ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે. કલમ 370 હટ્યા બાદથી પાકિસ્તાન ભારત પર હુમલાની ધમકી આપી રહ્યુ છે.

English summary
Coast Guard sends out Alert about Pakistan trained commandoes entering Gulf of Kutch, gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X