ગોધરામાં સામાન્ય ઝગડા પછી સાંપ્રદાયિક બબાલ, સાત ઘાયલ
ગુજરાત ગોધરામાં ફરી એકવાર સાંપ્રદાયિક બબાલ થયાની ખબર આવી રહી છે. મળતી જાણકારી અનુસાર ગોધરામાં ખાદી ફળીયા વિસ્તારમાં સામાન્ય ઝગડો સાંપ્રદાયિક બબાલમાં ફેરવાઈ ગયો. જેમાં બે સમુદાયના લોકો સામસામે આવી ગયા. આ બબાલમાં સાત લોકો ઘાયલ થયાની ખબર છે. પોલીસે દંગો કરવાના આરોપસર 80 લોકો સામે કેસ દાખલ કર્યો છે.
ગોધરા પોલીસને શુક્રવારે રાત્રે સૂચના મળી કે ખાદી ફળીયા વિસ્તારમાં બબાલ થઇ રહી છે. ત્યારે જગ્યા પર તરત જ ફોર્સ પહોંચી ગયી. ત્યાં ભીડને અલગ કરવા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે તેમને ટીયર ગેસનો ઉપયોગ પણ કર્યો. બંને પક્ષના લોકો એકબીજા પર પથ્થર મારી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારથી એક ઓટો ડ્રાઈવર પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને એક બાઈક સવારને રસ્તો આપવા માટે કહ્યું. બાઈક પાર્ક કરેલી હોવાને કારણે ઓટો ડ્રાઈવરને આગળ જવા માટે રસ્તો મળ્યો નહીં. ઓટો ડ્રાઈવરે જણાવ્યું કે તેને બાઈક માલિકને રસ્તાથી બાઈક હટાવવા માટે જણાવ્યું તો બાઈક માલિક ઝગડો કરવા લાગ્યો. ત્યારપછી વિવાદ એટલો બધો આગળ વધી ગયો કે બંને સમુદાયના લોકો ભેગા થઇ ગયા.
આ સાંપ્રદાયિક બબાલમાં સાત લોકો ઘાયલ પણ થઇ ગયા છે જેમાં એક મહિલા પણ છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પરિસ્થિતિ કાબુમાં છે અને 34 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે, જેઓ ભીડમાં જોડાઈને દંગો કરી રહ્યા હતા. તેની સાથે સાથે 50 બીજા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે આખા મામલે પોલીસે એફઆઈઆર નોંધીને એક સમુદાયના 22 અને બીજા સમુદાયના 12 લોકોના નામ નોંધ્યા છે. જયારે બીજા 50 અજ્ઞાત લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે હજુ સુધી કોઈ પણ ધરપકડ કરી નથી.