કોંગો ફિવરથી રાજ્યમાં 2 મહિલા સહિત 3ના મોત, 30 શંકાસ્પદ, તંત્ર એલર્ટ
ક્રીમિયન-કોંગો હેમોરેજીક ફિવરના પ્રકોપને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આંતક મચ્યો છે. આ પ્રાણઘાતક બિમારીના 30 શંકાસ્પદ મામલા સામે આવ્યા છે. સાથે જ આ કોંગો ફિવરથી 2 મહિલાઓ સહિત 3ના મોત થયા છે. જે લોકોમાં કોંગો ફિવરના લક્ષણ જોવા મળ્યા છે તેમાંના મોટાભાગના યુપી, બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે આ વાયરસ પાલતુ પશુઓ દ્વારા ફેલાય છે. આ પહેલા ચાંદીપુરા વાયરસનો પ્રકોપ પણ જોવા મળ્યો હતો. આ વાયરસનો નાના બોળકો ભોગ બન્યા હતા.

કોંગોનો કોહરામ
આરોગ્ય વિભાગના એક અધિકારીનું કહેવું છે કે, ગુજરાતના મોરબી જિલ્લામાં આ ખતરનાક વાયરસના 11 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. આ લોકોને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરે છે. તેઓ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના મજૂરો છે. આ લોકોના બ્લડ સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા છે. જે રિઝલ્ટ આવશે, તેને આધારે આગળની કાર્યવાહી થશે. આ વાયરસના લક્ષણ મળતા આરોગ્ય વિભાગ સારવારની રીતો શોધી રહ્યુ છે.

ભારતમાં પહેલીવાર ગુજરાતમાં જ દેખાયો કોંગો વાયરસ
ભારતમાં ગુજરાત પહેલા કોંગો વાયરસનો હુમલો ક્યાંય જોવા મળ્યો નથી. આ જીવલેણ સંક્રમણ આક્રીકા, યુરોપ અને અન્ય કેટલાક એશિયાઈ દેશોમાં ફેલાયો હતો. વર્ષ 2001 દરમિયાન કોસોવો, અલ્બાનિયા, ઈરાન, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રીકામાં તેના ઘણા કિસ્સા નોંધાયા છે. આ બિમારી જેને પણ થઈ છે તેના મૃત્યુની શક્યતા ઘણી વધી જાય છે. એક વાર સંક્રમિત થઈ જતા તેને આખા શરીરમાં ફેલાવામાં 3થી 9 દિવસનો સમય લાગે છે.

કોંગો ફિવરના લક્ષણ
કોંગો વાયરસના સંક્રમણથી તાવ , માંસપેશીઓમાં દુઃખાવો, ચક્કર આવવા અને માથાનો દુઃખાવો થાય છે. આંખોમાં બળતરા અને પ્રકાશથી ડર લાગે છે. કેટલાક લોકોને પીઠનો દુખાવો થાય છે અને ગળુ બેસી જાય છે.

દર્દીઓની સંખ્યા
આરોગ્ય વિભાગના ઉપ નિર્દેશક દિનકર રાવલના જણાવ્યા અનુસાર રાજ્યમાં CCHFના કેટલાક પુષ્ટિ કરેલા મામલા છે અને તેમાંના 3નું પહેલા મૃત્યુ થઈ ગયુ છે. જ્યારે આખા રાજ્યની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. જો કે રાવલે રાજ્યમાં સીસીએચએફના શંકાસ્પદ દર્દીઓની સંખ્યાને સ્પષ્ટ કરી નથી.

ભાવનગરમાં 2 મહિલાના મોત
મોરબીથી મળેલા શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત 3 અન્ય દર્દીઓને ભાવનગર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે આ પહેલા કમલેજ ગામની મહિલાનું 22 ઓગસ્ટના રોજ મૃત્યુ થયુ હતુ. ભાવનગરમાં બે અન્ય મૃત્યુ નોંધાયા છે. જેમાં એક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં અને બીજુ સુરેન્દ્ર નગરના સીયુશાહ મેડિકલ કોલેજ એન્ડ હૉસ્પિટલમાં થયુ છે.

તપાસ ચાલુ
સુરેન્દ્રનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સીકે પરમારનું કહેવું છે કે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં મૃત્યુ થનારી મહિલા અને તેજ ગામમાં રહેનારા લોકો પર વધુ ખતરો છે. અમે આ ગામના ચાર અન્ય સંબંધિઓના નમુના પણ તપાસ માટે લીધા છે. જેમને કોંગો વાયરસ થવાની શંકા છે.

સુરેન્દ્રનગરનાં જમડી ગામ પર ચાંપતી નજર
આરોગ્ય અને પશુપાલન વિભાગનું આખુ ધ્યાન સુરેન્દ્રનગરના જમડી ગામ પર છે. એક ડૉક્ટરને દિવસ દરમિયાન આ ગામમાં નિયુક્ત કરાયા છે. જેથી તેઓ કોઈ રોગીને તાવ, ઉલ્ટી કે અનિયંત્રિત બ્લિડિંગના લક્ષણો દેખાય તો તરત તેને ઉપચાર માટે અમદાવાદ મોકલી દેવાય.

15 વર્ષના છોકરામાં મળ્યા લક્ષણ
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના અધિક્ષક એમએમ પ્રભાકરનું કહેવું છે કે કોંગો વાયરસના બે અન્ય શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેને સંક્રામક રોગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક રાજસ્થાનનો 15 વર્ષનો છોકરો છે જ્યારે બીજો બોટાદનો છે. અધિક્ષકે કહ્યુ કે અમે નમૂના એનઆઈવીને મોકલી દીધા છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે.

કોઈ નવો મામલો નહિં
અમદાવાદ નગર નિગમના અધિકારીનું કહેવું છે કે એસવીપી હૉસ્પિટલમાં કોઈ નવો શંકાસ્પદ કેસ હાલ દાખલ કરાયો નથી. સાથે જ ડૉક્ટર અને પૈરામેડિક્સના સેંપલ, જે કોંગો વાયરસને કારણે મૃત્યુ પામેલ વ્યકિતના સંપર્કમાં આવેલ લોકોના હતા, જે નેગેટિવ આવ્યા છે. અટલે કે તેમને આ વાયરસની કોઈ અસર થઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે મૃતક અને હળવદના બે અન્ય રોગીઓને છોડી અન્ય તમામ સેંપલના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
આ વર્ષે ગુજરાતમાં 7384 દર્દીઓમાં મેલેરિયાની પુષ્ટિ