For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સામાજીક અને રાજકીય આગેવાનોનું ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યુ

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાતના કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સમાજિક આગેવાનો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિ

|
Google Oneindia Gujarati News

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાતના કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સમાજિક આગેવાનો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

BJP

દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહની દેશમાં વિકાસની રાજનીતી અને જે રીતે વિશ્વફલક પર ભારતની આન બાન અને શાન વધારી છે તેમજ ગુજરાત રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભળી રહ્યુ છે અને પેજ સમિતિના પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિથી કાર્યકરોમાં ઉર્જાનો નવસંચાર કરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સંગઠન શક્તિથી પ્રેરાઇ અનેક રાજકીય પાર્ટી તેમજ સામાજીક આગેવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકાસના કાર્યો માટે હાથ મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે

આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મધ્ય ગુજરાતના (દાહોદ,નર્મદા જિલ્લો,છોટાઉદેપુર તેમજ વડોદરા) કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સમાજિક આગેવાનો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા જેમાં કોંગ્રેસના જેતપુર પાવીના પ્રમુખ ઉમેશભાઇ શાહ, કોંગ્રેસના છોટા ઉદેપુરના પુર્વ પ્રમુખ યશપાલસિંહ ઠાકોર, ગુજકોમાસોલ ડિરેકટર નયનાબેન શાહ સહિત આગેવાનો અને કાર્યકરો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ હમેશા વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી કરે છે. આજે જે કાર્યકરો અન્ય રાજકીય પાર્ટીઓમાં હતા તેમા પરિવાર વાદ,જાતિવાદ અને વિકાસના નામે માત્ર ભ્રષ્ટનિતિ કરતા હતા જેથી આ કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે.આજે વિકાસની અને રાષ્ટ્રવાદની નીતીથી દેશના લોકોની સેવા કરવા આજે કાર્યકરો ભાજપમાં જોડાય છે અને આવનાર વિઘાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

English summary
Congress, AAP and BTP workers joined BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X