For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMના રોડ શો મામલે BJP-કોંગ્રેસ આમને-સામને, ચૂંટણી પંચ પર આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે થયું હતું. ગાડીમાં સવાર થયા બાદ પણ પીએમ મોદી અડધા બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા.આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરૂવારે થયું હતું, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચ્યા હતા અને તેમણે સાબરમતીના રાણિપ બૂથ પરથી મત આપ્યો હતો. તેમણે નિયમાનુસાર લાઇનમાં ઊભા રહી મત નાંખ્યો હતો. મત આપી બહાર આવ્યા બાદ તેમણે મતનું નિશાન પણ લોકોને બતાવ્યું હતું અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેઓ ગાડીમાં સવાર થઇ ત્યાંથી રવાના થયા હતા અને ત્યાર બાદ રોડ શો યોજ્યો હતો. ગાડીમાં સવાર થયા બાદ પણ પીએમ મોદી અડધા બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા.

Narendra Modi

પી.ચિદમ્બરમ

આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, મતદાનના 48 કલાક પહેલાં આચારસંહિતા લાગુ પડે છે, જે પછી રોડ શો કે જનસભા કે કોઇ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાય નહીં. આ કારણે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ પહેલાં ભાજપે પણ રાહુલ ગાંધીએ આપેલ ઇન્ટરવ્યુ સામે વાંધો લીધો હતો. પીએમ મોદીના આ રોડ શો સામે કોંગ્રેસ નેતા અશોક ગેહલોત બાદ પી.ચિદમ્બરમની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ કરતાં લખ્યું છે કે, આચારસંહિતાના આ ભંગ સામે મીડિયાએ અવાજ ઉઠાવવો જોઇએ. આ ચલાવી લેવા બદલ ચૂંટણી પંચનો વિરોધ થવો જોઇએ. મીડિયાને ટીવી પર એ ઘટનાના ફૂટેજ નિહાળવા દો અને જાતે નિર્ણય લેવા દો. મતદાનના દિવસે આનાથી મોટું નિયમોનું ઉલ્લંઘન નથી થયું. ટીવી પર એ ઘટના જોયા બાદ દરેકને વિશ્વાસ થઇ જશે કે, ભાજપ અને પીએમ મોદીએ મતદાનના દિવસે પણ પ્રચાર કર્યો છે. નિયમોનું આશ્ચર્યજનક ઉલ્લંઘન, ચૂંટણી પંચ ઊંઘી રહ્યું છે.

રણદીપ સિંહ સુરજેવાલ

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ પત્રકાર પરિષદ કરીઆ મામલે કહ્યું હતું કે, ચૂંટણી પંચ પીએમ મોદીના દબાણમાં કામ કરી રહ્યું છે. ગુજરાત ચૂંટણીમાં પંચના માપદંડ બધા માટે એક સમાન નથી. રાજ્યમાં જનતા ભાજપને નકારી ચૂકી છે. પીએમ મોદીને પણ પોતાની ડૂબતી નાવનો અંદાજ આવી ગયો છે અને તેમની પાસે ચૂંટણી પંચનો આધાર છે. જ્યારે ભાજપ પહેલા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરે, ત્યારે ચૂંટણી પંચ ચૂપ રહે છે. આજે સવારે અમે જ્યારે ચૂંટણી પંચ પાસે અમારી ફરિયાદનો જવાબ માંગ્યો તો તેમણે કહ્યું કે, 5 વાગ્યા પછી જવાબ આપીશું. રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ કોઇ રીતે નિયમોની વિરુદ્ધ નહોતો, આમ છતાં ચૂંટણી પંચે રાહુલને નોટિસ મોકલી હતી. બીજા તબક્કામાં મતદાનના બહાને પીએમ મોદી રોડ શો કરી પ્રચાર કરી રહ્યાં છે, મતદાન પછીનો રોડ શો આચારસંહિતાના ઉલ્લંઘનનો મામલો છે અને છતાં ચૂંટણી પંચ આ અંગે ચૂપ છે. ચૂંટણી પંચ કેન્દ્ર સરકારની બંધક કઠપૂતળી તરીકે કામ કરી રહ્યું છે.

ભાજપની પ્રતિક્રિયા

તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસના આ તમામ આરોપોને નિરાધાર ગણાવી રહ્યું છે. ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણયને સ્વીકારતાં આ જ પંચને નિષ્પક્ષ ગણાવ્યું હતું. જેમના માટે દ્રાક્ષ ખાટી છે, એ આજે ચૂંટણી પંચ પર જાત-જાતના આરોપો મૂકી રહ્યાં છે.

English summary
congress alleges election commision is working under pressure from PM narendra modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X