For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ગુણોત્સવના વિરોધ કરવા માટે બાળકોના ખભે બંદૂક મૂકવી યોગ્ય છે?

|
Google Oneindia Gujarati News

આજે એક ચેનલ પર માંડ બાર વર્ષના બાળકને કહ્યું કે "અમે ગુણોત્સવનો બહિષ્કાર કરીએ છીએ. અને ત્રણ દિવસ સુધી સ્કૂલમાં ભણવા નહીં જઇએ" ત્યારે મારા એક સવાલ થયો કે શું ગુણોત્સવના વિરોધ કરવા માટે બાળકોના ખભે બંદૂક મૂકવી યોગ્ય છે?

કોઇ પણ જાતિના લોકોને પોતાના હકની માંગણી કરવી, વિરોધ કરવો તે તેનો સંવિધાનિક હક છે. એક લોકશાહીના નાગરિક તરીકે તેનો અધિકાર છે તે વાત બાળકોના ભવિષ્ય બગાડવું તેમને ખોટા માર્ગે દોરવા કેટલું યોગ્ય છે. જો તમે નાનપણથી બાળકના કુમળા મનમાં તે ભાવ મૂકો દો કે તમામ વસ્તુઓ મેળવવા માટે વિરોધ જ એક માત્ર માર્ગ છે તો તે મોટો થઇને કેવા નાગરિક બનશે?

એટલું જ નહીં ગુણોત્સવના વિરોધના નામે અનેક સ્કૂલોને આજે બંધ કરી દેવામાં આવી. તેમાં તાળા લગાવી દેવામાં આવ્યા અને લોકોએ આવા ફોટા પણ સોશ્યલ મીડિયા પર મૂક્યા છે કે તેમણે સ્કૂલ બંધ કરાવી હોય. જાણે સ્કૂલ બંધ કરાવીને તેમણે કોઇ મહાન કામ કર્યું ના હોય!

શું છે ગુણોત્સવ?

શું છે ગુણોત્સવ?

નોંધનીય છે કે આ આ છઠ્ઠો ગુણોત્સવ કાર્યક્રમ છે. જેની શરૂઆત આનંદીબેન રાજકોટના બેડલા ગામથી કરી છે. ગુણોત્સવનો હેતુ વિદ્યાર્થીની ગુણવત્તા સુધારવાનો છે. દરેક સ્કૂલને ગ્રેડ આપવામાં આવે છે. અને તેના બીજા વર્ષે તે ગ્રેડથી આગળ વધવાનું હોય છે.

ગુજરાતની સરકારી શાળાઓની છે બત્તર હાલત

ગુજરાતની સરકારી શાળાઓની છે બત્તર હાલત

તે વાત તો સાચી છે કે ગુજરાતની અનેક શાળાઓ વિદ્યાર્થીના બેસવા યોગ્ય પણ નથી. વળી શિક્ષકોની પણ તંગી છે. કોઇ પણ શિક્ષકને ગામડામાં નથી ભણાવવું અને સરકારી પગાર પણ નથી વધારતી. જે જોતા આ વાતનો વિરોધ થવો જોઇએ તે વાત યોગ્ય છે.

ક્રોંગ્રેસ અને પાટીદાર સમાજે કર્યો વિરોધ

ક્રોંગ્રેસ અને પાટીદાર સમાજે કર્યો વિરોધ

ગુજરાતના અનેક ગામડામાં રાજ્ય સરકારના ગણોત્સવ કાર્યક્રમના વિરોધ પેઠે ક્રોંગ્રેસ અને પાટીદાર સમાજે કાળા ઝંડા દેખાડીને અને થાળી વેલણ વગાડીને આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે.

રાજકારણના નામે બાળપણને ના બગાડો!

રાજકારણના નામે બાળપણને ના બગાડો!

ત્યારે આ રાજકીય કાવાદાવા અને વિરોધમાં નાના બાળકો અને ભણતરને લાવવાની વાત યોગ્ય નથી. અનમાત આંદોલન તેની જગ્યા, લોકશાહી તંત્રના નાગરિક તરીકે વિરોધ કરવાનો તમારો હક એક જગ્યા તે તમામ વાત સાચી પણ બાળકો તે વાત માટે પ્રેરિત કરવા કે તે સ્કૂલે ભણવા ના જાય, સ્કૂલોને બંધ કરાવવી અને તેમને તે શીખવવું કે વિરોધ કરીને જ તમામ વસ્તુઓ મળશે તે વિચાર સદ્દનતર અયોગ્ય છે.

English summary
Congress and bjp leaders have protest against as sixth education profile begins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X