કોંગ્રેસે માછીમારો માટે વિવિધ 14 મુદ્દાના સંકલ્પોની જાહેરાત કરી

ગુજરાત કોંગ્રેસે ચૂંટણીને લઇને 'દ્વારકા ઘોષણા પત્ર' તૈયાર કર્યુ છે. જેમાં જાહેર માછીમારી વ્યવસાયીકો માટે કોંગ્રેસના સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસે ચૂંટણીને લઇને 'દ્વારકા ઘોષણા પત્ર' તૈયાર કર્યુ છે. જેમાં જાહેર માછીમારી વ્યવસાયીકો માટે કોંગ્રેસના સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આ સંકલ્પ પત્રમાં માછીમારો માટે વિવિધ 14 સંકલ્પોની ગેરંટી આપવામાં આવી છે.

Congress

જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો, માછીમારો માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસીડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માચ્છીમાર માટે દૈનિક ૪૦૦ રૂપિયા ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા ૫૦ લાખનું પેકેજ, માચ્છીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ''મત્સ્ય વ્યાપાર ઝોન'', પ્રોસેસીંગ પ્લાન્ટો માટે પ્રોત્સાહન, દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના ૧૪ મુદ્દાના સંકલ્પ-ગેરેંટીની જાહેરાત કરી હતી.

માછીમારોના સંકલ્પ પત્રની કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી. જે દરમિયાન કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ૨૭ વર્ષના શાસનમાં માચ્છીમારોના હક્ક ઝુંટવનારી ભાજપની સરકારને હટાવીને ૨૦૨૨માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માછીમાર ભાઈઓ માટે ૨૭ વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પૂનઃ જીવીત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફીશીંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માચ્છીમારો માટેના ૧૪ સંકલ્પો-ગેરેંટીની જાહેરાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X