ગુજરાતઃ કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાએ નોમિનેશન ફાઈલ કર્યું, જાહેર કરી 2.77 કરોડની સંપત્તિ
છોટાઉદેપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ સોમવારે પોતાનું નોમિનેશન ફાઈલ કરી લીધું છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના 53 વર્ષીય દીકરાને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રણજીતસિંહ રાઠવા સામે ભાજપના ગીતા રાઠવા ચૂંટણી લડી રહ્યાં છે, ગીતા રાઠવાને બહુ ઓછા લોકો ઓળખે છે, પરંતુ લાંબા સમયથી તેઓ ભાજપના કાર્યકર્તા રહ્યાં હતાં, ગીતાબેન રાઠવાએ ભાજપના સાંસદ રમણસિંહ રાઠવાને છોટાઉદેપુરથી રિપ્લેસ કર્યા છે. જણાવી દઈએ કે ગીતા રાઠવા અને રણજીતસિંહ રાઠવા બંને છોટાઉદેપુર લોકસભા સીટ માટે નવા ચેહરા છે. 1991થી આ સીટ પરથી કોંગ્રેસના નરસિંહ રાઠવા અને ભાજપના રામસિંહ રાઠવા ચૂંટણી લડતા આવ્યા હતા.
જો કે ગીતા રાઠવાની ઉમેદવારી જાહેર થતાં ભાજપમાં આંતરિક મતભેદ શરૂ થઈ ગયા છે, છોટાઉદેપુરના ભાજપના જિલ્લા પ્રેસિડેન્ટ જશુ રાઠવા અને ભાજપના ધારસભ્ય જયંતિ રાઠવાએ ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવતાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે, એટલું જ નહિં, જયંતિ રાઠવાએ તો અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડવાનો ફેસલો પણ કરી લીધો છે. જો કે જશુ રાઠવાએ કહ્યું કે, તેઓ ભાજપની જીત માટે હજુ પણ કામ કરશે. કહ્યું કે, 'પાર્ટીમાં મારા સપોર્ટર ખુશ નહોતા પરંતુ મેં તેમને પાર્ટીના ઉમેદવારને જીત અપાવવા તેમનાથી થતું બધું જ કામ કરવા કહ્યું છે. હું નારાજ નથી, જિલ્લા પ્રમુખ હોવાથી છોટાઉદેપુરમાં કમળ ખિલવવું મારી ફરજ છે.'
વધુમાં જશુ રાઠવાએ કહ્યું કે પાર્ટીએ તેમને જયંતિભાઈનો ગુસ્સો ઠંડો કરવાનું કામ સોંપ્યું છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેતપુર સીટ હારી ગયા હતા. જયંતિભાઈએ કહ્યું કે તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઈલ કરશે ત્યારે પાર્ટીએ મને જયંતિ સાથે વાત કરવા કહ્યું છે. વધુમાં જશુભાઈએ કહ્યું કે જયંતિભાઈની સરખામણીએ હું બહુ નાનો નેતા છું, પરંતુ હું નાના ભાઈ તરીકે તેમની સાથે વાત કરવાની મારી બધી જ કોશિશો કરી રહ્યો છું.
જયારે ગુજરાતમાં બિહારીઓને મારવામાં આવ્યા ત્યારે મોદી-શાહ ક્યાં હતા
બીજી બાજુ જયંતિભાઈએ કહ્યું કે તેમણે 3 એપ્રિલે જ નોમિનેશન ફાઈલ કરવાનું નક્કી કરી લીધું છે. આગળ વધુ કંઈપણ બોલવાની તેમણે ના પાડી દીધી હતી. જો હવે કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે ડબલ બેરલ ગન જેવી જ લાઈસન્સ્ડ બોર રિવોલ્વર છે. રણજીતસિંહ 9 લાખની કિંમતની કાર ધરાવે છે, જે લેવા માટે તેમણે 7.8 લાખની લોન કરાવી હતી. કાર લોન સિવાય, આ ઉપરાંત કન્સ્ટ્રક્શન અને ડેવલોપમેન્ટ ફર્મ માટે તેમણે 37.5 લાખ રૂપિયાની લોન લીધી હોવાનું અને તેમની 25.5 લાખની હોમ લોન પણ ચાલુ હોવાનું રણજીતસિંહ રાઠવાએ જાહેર કર્યું છે.