For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસના કારણે શહેર પ્રમુખોની નિમણૂંક ટલ્લે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ પણ બાકી નથી ત્યારે, રાજકીય પક્ષોમાં સક્રિયતા જોવા મળી રહી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ પણ બાકી નથી ત્યારે, રાજકીય પક્ષોમાં સક્રિયતા જોવા મળી રહી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. પરંતું, હજું શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસ પોતાનો દબદબો ઉભો કરવામાં કાચું પડી રહ્યું છે. શહેરી વિસ્તારમાં પોતાનું સંગઠન મજબુત બનાવવાની દિશામાં કૉંગ્રેસ કમર કસી રહ્યુ છે. કૉંગ્રેસના માળખાને શહેરી વિસ્તારમાં મજબુત કરવાની કવાયતના ભાગરૂપે શહેર પ્રમુખોની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતું, હાલમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે હોવાના કારણે નવા શહેર પ્રમુખોની પસંદગી અધ્ધરતાલ છે.

આઠ મહાનગરના બદલાશે શહેર પ્રમુખ

આઠ મહાનગરના બદલાશે શહેર પ્રમુખ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નવા માળખાની રચના કરવાની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવી છે. જેમાં, પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને વડોદરા સહિતના શહેરોમાં કૉંગ્રેસના માળખામાં બદલાવ લાવવામાં આવી શકે છે. 31 મે પહેલાં આ તમામ શહેર પ્રમુખો બદલાય તેવી પ્રબળ સંભાંવના હતી. પરંતું, કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ વિદેશ પ્રવાસે હોવાના કારણે તેમના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ આ પ્રક્રિયા પર નિર્ણય ત્વરિત લેવાય તેવી સંભાવના છે.

પ્રમુખો અને સંયોજકોનું કરાશે સંયોજન

પ્રમુખો અને સંયોજકોનું કરાશે સંયોજન

શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસ સારો દેખાવ કરી પરિણામ મેળવી શકે તે માટે શહેર પ્રમુખોની સાથે સાથે સંયોજકોની પણ નિમણૂંક કરવામાં આવશે. આ સંયોજકોને વિધાનસભા મત વિસ્તારોની જવાબદારી સોપવામાં આવશે. આ ઉપરાંત જનમિત્ર પ્રભારીઓ સહિતની નિમણૂંક કરીને શહેરી માળખું ઉભુ કરવાનો કૉંગ્રેસ પ્રયાસ કરી રહી છે.

શહેરી માળખામાં ધરખમ ફેરફારની સંભાવના

શહેરી માળખામાં ધરખમ ફેરફારની સંભાવના

પ્રમુખ અને સંયોજકોને વિધાનસભા મતવિસ્તારમાં સંગઠનને મજબુત કરવા માટે કામગીરી સુપરત કરવા અને કામગીરીનુ સરળીકરણ કરવા આયોજન કરાયું છે. 15 જુન સુધીમાં અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાઓના નવા શહેર પ્રમુખો અને સંયોજકો નિમણૂંક થઇ શકે છે. શહેરના નવા માળખાને ધમધમતુ કરીને કૉંગ્રેસ શહેરી વિસ્તારમાં પોતાના ગાયબ થઇ ગયેલા જનાદેશને ફરીથી ઉભો કરવા પ્રયાસ કરશે.

શહેરી વિસ્તારો ભાજપનો ગઢ

શહેરી વિસ્તારો ભાજપનો ગઢ

વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં ભાજપને મોટી જિત હાંસલ થઇ છે. જ્યારે, કૉંગ્રેસને શહેરી વિસ્તારોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. એક રીતે, કે શહેરી મતદારોના કારણે ગુજરાતમાં કૉંગ્રેસ પોતાનો પગ જમાવવામાં નિષ્ફળ રહ્યુ છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં 16 વિધાનસભા બેઠકો, વડોદરામાં 8 અને સુરતમાં 16 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

કૉંગ્રેસને લોકસભામાં સફળતાની આશા

કૉંગ્રેસને લોકસભામાં સફળતાની આશા

લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોબી પછાડ આપવા માટે ખાસ કરીને, કૉંગ્રેસે શહેરી વિસ્તારોમાં પોતાનું ફોક્સ વધાર્યુ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો તમામે તમામ 26 બેઠકો પર પરાજય થયો હતો. ત્યારે, હવે કૉંગ્રેસને 12થી 15 બેઠક મળવાની આશા વ્યક્ત કરી રહ્યું છે. અને તે દિશામાં કૉંગ્રેસ પ્રયાસ કરી રહ્યુ છે.

પરેશ ધાનાણીને હાઇકમાન્ડનું તેડું

પરેશ ધાનાણીને હાઇકમાન્ડનું તેડું

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. હાઇકમાન્ડના આદેશને પગલે પરેશ ધાનાણી દિલ્હી પહોચ્યા છે. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં ધાનાણી ગુજરાત પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે સંગઠનના મુદ્દે ચર્ચા કરશે. સાથે સાથે, જિલ્લા અને તાલુકાના માળખાને પણ આખરી ઓપ આપવા અને ધારાસભ્યોને સંગઠનમાં સ્થાન નહી આપવા અંગે પણ ચર્ચા થશે.

English summary
Congress is agressive to making strong votebank in urban area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X