• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસનો દાવો- કોરોનાથી ગુજરાતમાં 2 લાખ લોકોનાં મોત થયાં, સરકાર છૂપાવી રહી છે આંકડા

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 1 કરોડ 94 લાખ 22 હજાર 86 ટેસ્ટ થઈ ચૂક્યા છે. જો કે સરકારી આંકડા મુજબ અત્યાર સુધી સાત લાખ દર્દી પણ નથી મળ્યા. સક્રિય દર્દીની સંખ્યા 1 લાખ 36 હજાર 158 જણાવાઈ રહી છે. સરકાર મોતના જે આંકડાઓ જાહેર કરી રહી છે તેમાં કોવિડ પ્રોટોકોલ અંતર્ગત સ્મશાનોમાં થઈ રહેલ દાહ સંસ્કારની સંખ્યામાં જબરો તફાવત જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં દરરોજ સેંકડો લાશ સળગાવવામાં આવી રહી છે. જ્યારે સ્વાસ્થ્ય વિભાગના ડેલી રિપોર્ટમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા ઓછી જણાવાય છે. આના પરિ વિપક્ષી દળ કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર ખોટા આંકડા રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા સહિત કેટલાય નેતાઓએ દાવો કર્યો કે કોરોનાથી ગુજરાતમાં અત્યાર સુધી 2 લાખ મોત થઈ ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે સરકાર આંકડા છૂપાવી રહી છે. કોંગ્રેસી નેતાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં ગુજરાતની રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકાર પોતાની નાકામી છૂપાવવા માટે આંકડાઓમાં ગડબડી કરી રહી છે. રાજ્ય સરકાર જણાવી રહી છે કે કોરોનાથી અત્યાર સુધી 8511 મોત થયાં છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 2 લાખ મોતની વાત કહેવાઈ રહી છે. આ બંને આંકડાઓમાં જબરો તફાવત છે.

કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે ગુજરાત મોડેલનું ઉદાહરણ આપતી ભાજપ સરકાર લોકો માટે વેંટિલેટરથી લઈ ઑક્સીજન સુધીની વ્યવસ્થા નથી કરી શકી. અમે કહી રહ્યા છીએ કે કોઈપણ જિલ્લામાં કોઈ વ્યવસ્થા નથી. જ્યારે હવે ગામમાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. કોંગ્રેસી નેતાએ કહ્યું કે, સરકાર ભલે આંકડા છૂપાવી લે, પરંતુ જનતા સામે વર્તમાન હાલાતની સ્પષ્ટ તસવીર છે. હવે તો આ મહામારીથી દેહાંતમાં પણ હાહાકાર મચવા લાગ્યો છે. ગામમાં શહેરોથી વધુ જીવ જઈ રહ્યા છે.

રવિવારે ગુજરાતમાં 121 કોરોના દર્દીઓના મોત થયાં, જેમાંથી 56 એટલે કે 46 ટકા મોત આઠ પ્રમુખ શહેર જેવાં કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં નોંધાયાં છે જ્યારે 65 ટકા એટલે કે 54 ટકા મોત બિન શહેરી ક્ષેત્રોમાં થયાં છે.

સાથે જ જિલ્લાના વિશ્લેષણથી માલૂમ પડે છે કે શહેરી વસ્તીવાળા ચાર પ્રમુખ જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મૃત્યુદર 0.8 ટક હતો, જ્યારે પાછલા એક અઠવાડિયામાં રાજ્યના એવરેજના મુકાબલે અન્ય જિલ્લામાં 1.3 ટકા હતો.

AB અને B બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાનુ જોખમ વધુઃ CSIR રિસર્ચAB અને B બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાનુ જોખમ વધુઃ CSIR રિસર્ચ

એક હેલ્થ એક્સપર્ટે અઠવાડિયામાં વધેલા નવા કોરોના દર્દીઓ અને કોરોનાથી થયેલ મોતનું વિશ્લેષણ (એપ્રિલથી 2 મે અને 3 મેથી 9 મે સુધી) કરી અમદાવાદ અને સુરતનું ઉદાહરણ આપ્યું, કહ્યું કે બંને જિલ્લામાં નવા કોરોના મામલામાં ક્રમશઃ 26 ટકા અને 34 ટકાની ગિરાવટ નોંધાઈ છે અને મોતમાં પણ ક્રમશઃ 20 ટકા અને 44 ટકાની ગિરાવટ આવી છે. આથી વિપરિત આણંદમાં 33.5%, અરવલ્લીમાં 35.7 ટકા, પંચમહાલમાં 55 ટકા, ભાવનગરમાં 40 ટકા, પોરબંદરમાં 200 ટકા, ખેડામાં 300 ટકા સુધી વધારો નોંધાયો છે.

English summary
Congress claims 2 lakh people lost their lives in Gujarat due to Corona, government is hiding the figures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X